'મોદી અંગે મિનિટો જાહેરાત, દેશની અપેક્ષાઓની નહીં થાય ઉપેક્ષા'

shhnawaz hussain
પણજી, 9 જૂન : ગોવામાં આજે બીજેપીની કાર્યકારિણીની બેઠકનો છેલ્લો દિવસ છે, બેઠકના બીજા દિવસે બીજેપી નેતા શાહનવાજ હુસેને પત્રકાર પરિષદને સંબોધી હતી. હુસેને જણાવ્યું કે પાર્ટીએ આજે એક રાષ્ટ્રીય પ્રસ્તાવ પારિત કર્યો છે. જેને પૂર્વ અધ્યક્ષ ગડકરીએ આપ્યો હતો. જેને દરેક નેતાએ સમર્થન આપ્યું છે. જેને અમે ટૂંક સમયમાં આપની સમક્ષ જાહેર કરીશું.

તેમણે જણાવ્યું કે યુપીએ-2ની સરકારના 4 વર્ષ એ ઇતિહાસના કાળા દિવસો સમાન હતા. અમે સરકારને સત્તા પરથી હટાવવા માટે 17 જૂનથી 22 જૂન સુધી જેલભરો આંદોલન કરીશું, જેને અમે નક્સલી હુમલાને પગલે રદ કર્યું હતું. ગોવાની કાર્યકારીણિ બેઠક સમુદ્ર કિનારે થઇ રહી છે, માટે આ સમુદ્ર મંથનમાંથી અમે અમૃત નીકાળીને તેને કમળના ફૂલમાં દેશની જનતા સામે મૂકીશું. નિરાશાને આશામાં બદલીશું અને ગોવામાંથી એક ઉત્સાહ સાથે જઇશું, કારણ કે દેશને બીજેપી પાસે મોટી આશાઓ છે.

મોદીની ભૂમિકાને લઇને પ્રશ્ન કરતા તેમણે જણાવ્યું કે 'ઉમ્મીદ પે દુનિયા કાયમ હે' યોગ્ય સમયે તમારી આશાઓના સવાલનો જવાબ મળી જશે. કાર્યકર્તાઓ અને દેશની અપેક્ષાની અમે ઉપેક્ષા નહી કરીએ. મિનિટોમાં તેનો જવાબ મળી જશે.

કોંગ્રેસી નેતાઓ દ્વારા તેમના પ્રહારો કરવા પર તેમણે જણાવ્યું કે મોદીના નામથી કોંગ્રેસ ભયભીત છે. સલમાન ખુરશીદ અને તેમના પ્રવક્તાગણ મોદીના ભયના કારણે તેમની વિરોધમાં બોલી રહ્યા છે. તેમને બોલવા દો. મોદી નામનો તેમનામાં એટલા માટે ભય છે કે મોદીએ તેમની પાર્ટીને ઘણી વખત ગુજરાતમાં ધૂળ ચટાડી છે એટલા માટે.

શાહનવાજ હુસેને નીતિશ કુમારને સલાહ આપતા કહ્યું કે બીજેપીમાં વાજપેઇથી લઇને શ્રીકાંત શર્મા સુધી બધા સેક્યુલર છે. તેમની પાર્ટીને કોઇના સેક્યુરિઝમ સર્ટિફિકેટની જરૂર નથી. જે લોકોના મનમાં શંકા છે કે અમારી પાર્ટી કે કોઇ એક નેતા કમ્યુનલ છે તો તેઓ અને તેમની પાર્ટી કોમ્યુનલ છે. અમારી આખી પાર્ટી અને દરેક કાર્યકરોની વિચારધારા સરખી છે. બીજેપીને કોઇના સેક્યુલરિઝમના પ્રમાણપત્રની જરૂર નથી, તેમનું પ્રમાણ પત્ર તેઓ તેમના ઘરમાં રાખે.

તેમણે જણાવ્યું કે દેશમાં બીજેપી એકમાત્ર એવો પક્ષ છે કોંગ્રેસનો વિકલ્પ છે. અને અમે કોંગ્રેસને ઉખાડી ફેંકીશું. અમે સક્ષમ છીએ માટે અમારી પાસે ગઠબંધન થઇ રહ્યું છે. કોંગ્રેસને હટાવી ફેંકવા અમરો કાફલો નીકળી ચૂક્યો છે, જેમાં કેટલાક અન્ય દળો પણ અમારી સાથે છે, બીજા અન્ય રસ્તામાં અમારી સાથે જોડાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X