બેંગ્લોરમાં Googleના કર્મચારીને થયો કોરોનાવાઈરસ, કંપનીએ કહ્યું- ઘરેથી કામ કરો

બેંગ્લોરમાં Googleના કર્મચારીને થયો કોરોનાવાઈરસ, કંપનીએ કહ્યું- ઘરેથી કામ કરો

નવી દિલ્હીઃ કર્ણાટકના બેંગ્લોરમાં કોરોનાવાઈરસનો વધુ એક પોજિટિવ કેસ સામે આવ્યો છે. આ શખ્સ ગૂગલનો કર્મચારી છે અને બેંગ્લોર સ્થિત ઑફિસમાં કામ કરે છે. ગૂગલે તેની પુષ્ટિ કરતા કહ્યું કે બેંગ્લોર ઑફિસમાં એક કર્મચારીના કોરોનાવાઈરસના ટેસ્ટ પોજિટિવ આવ્યા છે, જે બાદથી જ તેને અલગ રાખવામાં આવ્યો છે. જે બાદ ગૂગલે બેંગ્લોર સ્થિત ઑફિસમાં કામ કરતા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની છૂટ આપી દીધી છે.

google

કંપનીએ આ પગલું કોરોનાવાઈરસના વધતા સંક્રમણને જોતા ઉઠાવ્યું છે. ગૂગલ તરફથી કહેવામાં આવ્યું છે કે સાવચેતીના બધા જ પગલાં ભરવામાં આવી રહ્યા છે. અગાઉ ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમના એક કર્મચારીમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું, જે બાદ કંપનીએ પોતાના ગુરુગ્રામ અને નોઈડાની ઑફિસોને બે દિવસ માટે બંધ કરી દીધી હતી, આ કર્મચારીઓ ઈટલીથી પરત ફર્યો હતો. હાલ આ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેનો ઈલાજ ચાલી રહ્યો છે.

જણાવી દઈએ કે ગુરુવારે કોરોનાવાઈરસના સતત વધતા મામલા વચ્ચે કર્ણાટકમાં એક 76 વર્ષીય વૃદ્ધનું મોત થયું, જે કોરોનાવાઈરસથી સંક્રમિત હતો. સરકારી અધિકારીઓએ જણાવ્યું કે મૃતક 29 ફેબ્રુઆરીએ સાઉદ અરબની યાત્રાથી પરત ફર્યો હતો, હૈદરાબાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું પરંતુ તે દરમિયાન વૃદ્ધમાં કોરોનાવાઈરસના લક્ષણની ઓળખ નહોતી થઈ શકી, આ વૃદ્ધ સંદિગ્ધ દર્દીઓમાં સામેલ હતો.

ભારતમાં કોરોનાવાઈરસના વધતા મામલાને જોતા કેન્દ્ર અને રાજ્ય સરકાર કેટલાય પગલાં ભરી રહી છે. કેટલાય રાજ્યોમાં કોરોનાવાઈરસને પગલે સ્કૂલ અને જાહેર સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હી સરકારે પણ કોરોનાવાઈરસને મહામારી ઘોષિત કરી દીધી છે. દિલ્હીની તમામ સ્કૂલ, કોલેજ અને સિનેમાઘર 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે તેનું એલાન કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X