For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Google પૂરમાં ફસાયેલા લોકોને શોધવામાં મદદ કરશે

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડ, 21 જૂન : હવે ઉત્તરાખંડમાં કુદરતી હોનારતમાં ફસાયેલા લોકોને જેઓના સ્વજનો નથી શોધી શક્યા તેમને શોધવામાં સરકારની મદદ ઉપરાંત ગૂગલની મદદ પણ મળી રહેશે. આ માટે ગૂગલે સ્પેશ્યલ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. વિશ્વમાં સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન ગૂગલે Google Person Finderની વેબ એપ્લિકેશન દ્વારા પૂરમાં ફસાયેલા લોકોને શોધી કાઢવાનો માર્ગ લોકોને માટે ઉપલબ્ધ કરાવ્યો છે.

Google Person Finder

Google Person Finder

સર્ચ એન્જિન ગૂગલે Google Person Finderની વેબ એપ્લિકેશન દ્વારા પૂરમાં ફસાયેલા લોકોને શોધી કાઢવાનો માર્ગ લોકોને માટે ઉપલબ્ધ કરાવ્યો છે.

ગૂગલનું નવું ટૂલ

ગૂગલનું નવું ટૂલ

આ ટૂલનું ટેસ્ટિંગ જાપાન સુનામી સમયે થયું હતું. હવે તેનો ખરો ઉપયોગ ઉત્તરાખંડના પૂરપીડિતોને શોધવા માટે થશે.

ઉપયોગમાં સરળ

ઉપયોગમાં સરળ

આ ટૂલ ઉપયોગમાં અત્યંત સરળ છે. ભારત માટે તે અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં સેવા ઉપલબ્ધ કરાવે છે.

વૈશ્વિક સ્તરે ઉપયોગ

વૈશ્વિક સ્તરે ઉપયોગ

આ ટૂલનો કુદરતી આફત સમયે વૈશ્વિક સ્તરે ઉપયોગ કરી શકાય તે માટે તેને 10 ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે.

સ્ટેટસ કે ડેટા અપ ડેટ કરવો

સ્ટેટસ કે ડેટા અપ ડેટ કરવો

Google Person Finder વેબ એપ્લિકેશન દ્વારા કોઈ પણ પૂર અસરગ્રસ્ત પોતાનાં સંબંધી, દોસ્ત વિશે સ્ટેટસ પોસ્ટ કરી શકે છે. Google Person Finderમાં જે પણ ડેટા એન્ટર કરાશે તે જનતા માટે ઉપલબ્ધ થશે અને આને ક્યાંયથી પણ એક્સેસ કરી શકાય છે.

કોઇ પણ ઉપયોગ કરી શકશે

કોઇ પણ ઉપયોગ કરી શકશે

આ ટૂલ પ્રેસ એજન્સી, એનજીઓ અને અન્ય લોકોનાં ડેટાબેસમાં જાણકારી નાંખવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે.

ઉત્તરાખંડનાં પહાડી વિસ્તારમાં અનેક જગ્યાઓ એવી છે જ્યાં સંપર્ક સાધવો શક્ય નથી. કારણ કે પર્વતીય વિસ્તારમાં મોબાઈલ ટાવર કે ઈન્ટરનેટની સુવિધા સરળતાથી ઉપલબ્ધ નથી. ગૂગલની ક્રાઈસિસ ટીમ ગૂગલ પર્સન ફાઇન્ડરનું ટૂલ લાવી છે. આ ટૂલની મદદથી પૂર અસરગ્રસ્ત ઉત્તરાખંડમાં ગુમ થયેલા લોકોને શોધી શકાય છે. ટૂલનું આ વર્ઝન અંગ્રેજી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે. આ વર્ઝન વિશ્વની 10 ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે.

ગૂગલે તૈયાર કરેલી Google Person Finder વેબ એપ્લિકેશન દ્વારા કોઈ પણ પૂર અસરગ્રસ્ત પોતાનાં સંબંધી, દોસ્ત વિશે સ્ટેટસ પોસ્ટ કરી શકે છે. Google Person Finderમાં જે પણ ડેટા એન્ટર કરાશે તે જનતા માટે ઉપલબ્ધ થશે અને આને ક્યાંયથી પણ એક્સેસ કરી શકાય છે. આ ટૂલ પ્રેસ એજન્સી, એનજીઓ અને અન્ય લોકોનાં ડેટાબેસમાં જાણકારી નાંખવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે.

તાજેતરમાં કેદારનાથમાં પહેલા કુદરતે વિનાશ વેર્યો અને હવે ખરાબ હવામાનનાં કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે. આ માટે સરકારે કેટલીક જગ્યાએ હવામાન સ્વચ્છ થતા જ હેલિકોપ્ટર દ્વારા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી છે. સરકારી આંકડા પ્રમાણે રાજ્યમાં મરનારાઓની સંખ્યા 150 સુધી પહોંચી ગઈ છે. અને હજુ પણ વિસ્તારમાં 62,000 લોકો ફસાયેલા છે.

English summary
Google help to trace people trapped in flooding
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X