Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જિંદાદિલ અને પત્નીને ખૂબ પ્રેમ કરતાં વ્યક્તિ છે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ

ગૂગલની વાર્ષિક સૌથી મોટી ઈવેન્ટ Google I/O 2018 ડેવલપર કોન્ફરન્સ મંગળવારે 8 મે થી શરૂ થઈ ચૂકી છે, બે દિવસ સુધી ચાલનારી આ કોન્ફરન્સમાં કંપનીએ પહેલા દિવસે ઘણા મોટા પ્લાન કર્યા છે.

ગૂગલની વાર્ષિક સૌથી મોટી ઈવેન્ટ Google I/O 2018 ડેવલપર કોન્ફરન્સ મંગળવારે 8 મે થી શરૂ થઈ ચૂકી છે, બે દિવસ સુધી ચાલનારી આ કોન્ફરન્સમાં કંપનીએ પહેલા દિવસે ઘણા મોટા પ્લાન કર્યા છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ટેક ઈન્ડસ્ટ્રી અને ગુગલની સર્વિસીસમાં નવી ફીચર્સની જાણકારી આપી. આ ઉપરાંત એન્ડ્રોઈડ પી ને પણ લોન્ચ કર્યુ. સુંદર પિચાઈએ એલાન કર્યુ કે આવનારા મહિનામાં ઘણી નવી પ્રોડક્ટ અને ફીચર્સ રજૂ કરવામાં આવશે જેના કારણે ફરીથી એક વાર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ વિશે લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ચાલો નજર નાખીએ ખૂબ જ તેજ દિમાગ ધરાવતા સુંદર પિચાઈના જીવન પર..

સુંદર પિચાઈનો જન્મ ચેન્નઈમાં થયો હતો

સુંદર પિચાઈનો જન્મ ચેન્નઈમાં થયો હતો

સુંદર પિચાઈ મૂળ રૂપે ભારતીય છે અને તેમનો જન્મ 12 જૂલાઈ 1972 ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેમનું સાચુ નામ પિચાઈ સુંદરાજન છે. સુંદરે આઈઆઈટી ખડગપુરથી Metallurgical Engineering નો અભ્યાસ કર્યો છે. આઈઆઈટી ખડગપુરથી એન્જિનિયરની ડિગ્રી લીધા બાદ સુંદરે Stanford University માંથી માસ્ટર્સ કર્યુ. ત્યારબાદ પેન્સિલવાનિયા યૂનિવર્સિટીમાંથી એમબીએ કર્યુ.

એન્ડ્રોઈડ, ક્રોમ અને એપ્સ ડિવિઝન

એન્ડ્રોઈડ, ક્રોમ અને એપ્સ ડિવિઝન

છેલ્લા 15 વર્ષોથી સુંદર પિચાઈ ગૂગલ સાથે જોડાયેલા છે. આ પહેલા ગૂગલના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ (એન્ડ્રોઈડ, ક્રોમ અને એપ્સ ડિવિઝન) રહી ચૂક્યા છે. તેમણે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપમેન્ટમાં ઘણો મહત્વનો ફાળો આપ્યો હતો.

સીઈઓ બનતા પહેલા પિચાઈ ગૂગલમાં વાઈસ પ્રેસિડેન્ટ પદ પર હતા

સીઈઓ બનતા પહેલા પિચાઈ ગૂગલમાં વાઈસ પ્રેસિડેન્ટ પદ પર હતા

ગૂગલના સીઈઓ બનતા પહેલા પિચાઈ ગૂગલમાં વાઈસ પ્રેસિડેન્ટ પદ પર હતા. તેમને રિસ્ટ્રક્ચરિંગ અંતર્ગત વર્ષ 2015 માં સીઈઓ બનાવવામાં આવ્યા હતા. તેમના પિતા એક ઈલેક્ટ્રીક એન્જિનિયર રહી ચૂક્યા છે.

પત્નીને ખૂબ કરે છે પ્રેમ

પત્નીને ખૂબ કરે છે પ્રેમ

સુંદર પિચાઈની પત્નીનું નામ અંજલિ છે. તેમને બે બાળકો એક દીકરો અને એક દીકરી છે. ખૂબ જ હસમુખ અને જિંદાદિલ વ્યક્તિત્વ ધરાવતા પિચાઈને ફેમિલિમેન કહેવામાં આવે છે. ખૂબ જ વ્યસ્ત હોવા છતાં તે પોતાના પરિવારને સમય જરૂર આપે છે. તેમણે એક ઈવેન્ટમાં કહ્યુ હતુ કે તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X