• search

ગૂગલ ઇન્ડિયાએ ઇસ્લામ વિરોધી ફિલ્મ કરી બ્લૉક: સરકાર

By Kumardushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    google logo
    નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર: જે ઇસ્લામ વિરોધી ફિલ્મના કારણે ઘણા દેશોમાં હિંસા ભડકી હતી અને લીબિયા અને અમેરિકાના રાજદૂતની હત્યા કરવામાં આવી હતી તે ઇસ્લામ વિરોધી ફિલ્મને ગૂગલ ઇન્ડિયાએ બ્લૉક કરી દીધી છે. મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને ધાર્મિક મતો અને ભાવનાને ઠેસ પહોંચાડનાર કાર્યવાહીની નિંદા કરતાં કહ્યું હતું કે આ મુદ્દે ભારત અમેરિકાના અધિકારીના સંપર્કમાં છે.

    તેમણે કહ્યું છે કે '' વિદેશ મંત્રાલય અમેરિકાના અધિકારીઓના સંપર્કમાં છે જે આ મુદ્દે અમારી ચિંતાઓથી વાકેફ છે. ભારતીય કાયદા મુજબ ગૂગલ ઇન્ડિયાએ આક્રમક સામગ્રી સુધી પહોંચને બંધ કરી દિધી છે.' જો કે હજુ સુધી ગૂગલ પર આ ફિલ્મની કેટલીક ક્લિપ જોવા મળે છે. પ્રવક્તાએ કહ્યું છે કે ' હાલની ઘટનાક્રમ અંગેઅમે કહેવા માંગીશુ કે ધાર્મિક ભાવનાઓ અને માન્યતાઓને ઠેસ પહોંચાડનારી બધી કાર્યવાહીનો ભારતે વિરોધ કર્યો છે.

    અમેરિકામાં નિર્માણ પામેલી ફિલ્મના કેટલાક ભાગ ઑનલાઇન કરવામાં આવ્યા બાદ મિશર, લિબિયા, યમન, ટ્યૂનિશિયા, સૂદાન અને અફઘાનિસ્તાન સહિત સંપૂર્ણ મુસ્લિમ જગતમાં અમેરિકા વિરૂદ્ધ પ્રદર્શન થયાં છે. 11 સપ્ટેમ્બરના રોજ લિબિયાના બેનગાજી શહેરમાં હિંસક ભીડે વાણિજ્ય દૂતાવાસ પર હૂમલો કર્યો જેમાં અમેરિકાના રાજદૂત ક્રિસ્ટોફર સ્ટીવંસ સહિત ચાર અમેરિકન નાગરિકના મોત નિપજ્યાં હતાં. શુક્રવારે ફિલ્મના વિરોધમાં ટ્યૂનિશિયાની રાજધાનીમાં અમેરિકાના દૂતાવાસ પર થયેલા હૂમલામાં ચાર લોકોના મોત નિપજ્યાં હતાં અને 49 લોકો ઘાયલ થયાં હતાં.

    English summary
    Google India has blocked access to an anti-Islam film that has triggered violence in many countries and led to the killing of the US ambassador in Libya, the government said.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more