ગુગલે ભારતમાં શરૂ કરી ઇન્ડોર મેપ્સ સુવિધા

Posted By:
Subscribe to Oneindia News
google-launches-indoor-maps-in-india
નવી દિલ્હી, 5 માર્ચઃ ટેક્નોલોજી કંપની ગુગલે પોતાના ઇન્ડોર મેપ્સ સુવિધાની શરૂઆત ભારતમાં કરી છે, આ થકી યુઝર્સ મૉલ અથવા સંગ્રહાલયો વિગેરેની અદર જવા અંગે જાણી શકશે.

કંપનીની ગુગલ મેપ્સ હેઠળની આ સેવા કયા કયા દેશોમાં કાર્યરત છે, એ અંગે જાણીએ તો આ સેવા અમેરિકા, સિંગાપોર, જાપાન, હોંગકોંગમાં હાલ ચાલું જ છે. કંપનીનું કહેવું છે કે ઇન્ડોર મેપ્સ થકી યુઝર્સ કોઇ અજાણ્યા સ્થળની અંદરના ભાગ અંગે જાણકારી મેળવી શકે છે. આ પ્રકારની સેવા અનેક લોકો માટે ઉપયોગી સાબિત થઇ શકે છે. ઘણી વાર આપણે એવા શહેરમાં કંઇક ખરીદવા અથવા તો કોઇ સ્થળ જોવા માટે જતા હોઇએ ત્યારે આ પ્રકારની સેવા ઘણી જ મદદરૂપ સાબિત થઇ શકે છે.

નોંધનીય છે કે હાલ યુઝર્સ 75 લોકપ્રિય ઇન્ડોર સ્થળોના ફ્લોર પ્લાનની જાણકારી મેળવી શકશે. વિભિન્ન મૉલ ઉપરાંત નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ દિલ્હી, સોલર જંગ મ્યુઝિયિમ હૈદરાબાદ સહિત અનેક સ્થળો સામેલ છે. આ સેવા એન્ડ્રોઇડ તથા આઇઓએસના યુઝર્સને મફતમાં મળી શકે છે.

English summary
Technology giant Google has launched indoor maps in India that will help users browse through and locate specific locations inside venues like malls and museums.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.