For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Google ડૂડલે આવી રીતે મનાવ્યો Father's Day 2020, તમારા પિતાને આવી રીતે ડિજિટલ કાર્ડ મોકલો

Google ડૂડલે આવી રીતે મનાવ્યો Father's Day 2020, તમારા પિતાને આવી રીતે ડિજિટલ કાર્ડ મોકલો

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે આખી દુનિયા ફાધર્સ ડે મનાવી રહી છે. આ ખાસ અવસર પર ગૂગલે એક ખાસ ડૂડલ તૈયાર કર્યું છે. આ ડૂડલ દ્વારા યૂઝર્સ પોતાના પિતા માટે એક ડિજિટલ કાર્ડ તૈયાર કરી રહ્યા છે. જ્યારે આ ડૂડલ એ સમયની પણ યાદ અપાવે છે, જ્યારે આવા અવસરો પર હાથથી કાર્ડ્સ બનાવવામાં આવતા હતા. જણાવી દઇએ કે આ ફાધર્સ ડે એવા સમયે આવ્યો છે જ્યારે આખી દુનિયા કોરોના માહામારી સામે લડી રહી છે અને તેના સંક્રમણથી બચવા માટે બહાર નીકળવાનું બંધ છે. કેટલાય લોકો પોતાના પિતાથી પણ દૂર છે.

ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ

ગૂગલે બનાવ્યું ખાસ ડૂડલ

આમાં ગૂગલને ખાસ રીતે લખવામાં આવ્યું છે. ગૂગલે લખવા માટે રિબિન, કાતર, લિફાફા અને પેન્સીલ જેવી ચીજોનો ઉપયોગ કર્યો છે. જેવા જ તમે ડૂડલ પર ક્લિક કરો છો કે એક ક્રાફ્ટ પેજ પૉપઅપ થઇ જાય છે. તમે નાનું દિલ, ડોનટ્સ અને સમુદ્રી ઘોડા દ્વારા તમારા પિતા માટે એક ગ્રેટિંગ કાર્ડ તૈયાર કરી શકો છો.

આવી રીતે કાર્ડ બનાવો

આવી રીતે કાર્ડ બનાવો

  • જેવા જ તમે Google ના સર્ચ એન્જીન પર જશો કે તમને આ સ્પેશિયલ Doodle જોવા મળશે.
  • આ સ્પેશિયલ Doodle પર જેવા જ તમે ક્લિક કરશો કે તમને ક્રાફ્ટ Google લેટર્સ પર રીડયરેક્ટ કરશો.
  • જે બાદ તમને એક વિંડો જોવા મળશે, આ વિંડમાં તમને કેટલાય પ્રકારની ડિઝાઇન્સ જોવા મળશે.
  • આ ડિઝાઇન્સમાથી તમે કોઇપણ ડિઝાઇન ચૂંટી શકો છો અને વિંડોમાં રહેલા ખાલી સ્થાનમાં મૂકી શકો છો.
  • એકવાર કાર્ડ ડિઝાઇન કરી લીધા બાદ તમે સેંડ ઓપ્શનમાં જઇ ક્લિક કરો અને ઇમેલ અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા આ કાર્ડ તમારા પિતાને શેર કરી શકો છો.
ફાધર્સ ડેનો ઇતિહાસ જાણો

ફાધર્સ ડેનો ઇતિહાસ જાણો

વૉશિંગ્ટનમાં 1910માં પહેલીવાર ફાધર્સ ડે મનાવવામાં આવ્યો હતો. તેની ક્રેડિટ વૉશિંગ્ટનના સ્પોકન શહેરના રહેવાસી સોનોરા સ્માર્ટ ડૉડને આપવામા આવે છે. સોનોરાએ 1909માં મધર્સ ડે વિશે સાંભળ્યું અને તેને મહેસૂસ થયું કે પિતા માટે આવો એક દિવસ હોવો જોઇએ. જે હિસાબે તેમણે એક અરજી દાખલ કરી. જેના માટે સોનોરાએ યૂએસ સુદી કેમ્પેન કર્યું અને પહેલીવાર વર્ષ 1910માં ફાધર્સ ડે મનાવવામાં આવ્યો.

સૂર્ય ગ્રહણ બાદ કોરોના વાયરસ ખતમ થશે? સરકારે આપ્યો આ જવાબસૂર્ય ગ્રહણ બાદ કોરોના વાયરસ ખતમ થશે? સરકારે આપ્યો આ જવાબ

English summary
google made special doodle for father's day 2020
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X