For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'Ok Google પર યુઝર્સના કૉલ રેકૉર્ડ કરીને સાંભળે છે કર્મચારી, સંસદીય પેનલ સામે ગૂગલે સ્વીકાર્યુ

ગૂગલે સંસદની સ્ટેન્ડીંગ કમિટીમાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે ગૂગલના કર્મચારી ગ્રાહકોની વાતચીતનુ રેકૉર્ડિંગ કરીને ગૂગલના આસિસટન્ટ દ્વારા સાંભળે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો કેટલો સુરક્ષિત છે અને શું તમે જે વાતએકબીજી સાથે કરો છો તે સંપૂર્ણપણે ગોપનીય છે તેના પર ગૂગલે સંસદીય કમિટીમાં જે જવાબ આપ્યા છે તે સાંભળીને તમે જરૂર સતર્ક થઈ જશો. સૂત્રો અનુસાર ગૂગલે સંસદની સ્ટેન્ડીંગ કમિટીમાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે ગૂગલના કર્મચારી ગ્રાહકોની વાતચીતનુ રેકૉર્ડિંગ કરીને ગૂગલના આસિસટન્ટ દ્વારા સાંભળે છે. વાસ્તવમાં ગ્રાહકોની સુરક્ષા વિશે ગૂગલના પ્રતિનિધિ સંસદની આઈટી કમિટી સામે હાજર થયા અને આ દરમિયાન તેમણે એ વાત સ્વીકારી છે કે તેમના કર્મચારી લોકોની વ્યક્તિગત વાતો સાંભળે છે.

google

કેવી રીતે નક્કી થાય છે કે કઈ વાત રેકૉર્ડ કરવાની છે, કઈ નહિ

ગૂગલ તરફથી કહેવામાં આવ્યુ છે કે તે ગોપનીય વાતને રેકૉર્ડ નથી કરતા. પરંતુ ગૂગલ તરફથી એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યુ કે છેવટે એ કેવી રીતે નક્કી કરે છે કે કઈ વાત ગોપનીય અને સંવેદનશીલ છે અને કઈ નહિ. પેનલના સભ્યોના જણાવ્યા અનુસાર આ મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને તેને ગોપનીયતાના અધિકારનો ભંગ માનવામાં આવ્યો છે. કમિટીનો અંતિમ રિપોર્ટ પેનલના અધ્યક્ષ શશિ થરૂર તૈયાર કરશે અને આ મામલે સરકારને પોતાની ભલામણ આપશે. પેનલે મજબૂતી સાથે ગૂગલની પેનલને કહ્યુ છે કે તે લોકોની ગોપનીયતા સુરક્ષિત રાખે અને એ રીતે કાઢે જેનાથી યુઝર્સના ડેટા સાથે કોઈ પણ સમજૂતી ના થઈ શકે.

પ્રાઈવસી પૉલિસીમાં નથી આનો ઉલ્લેખ

પેનલના એક સભ્યએ કહ્યુ કે ગૂગલે જે રીતે આ વાતનો સ્વીકાર કર્યો છે ત્યારબાદ એ સવાલનો જવાબ મળી ગયો છે કે છેવટે જ્યારે કોઈ યુઝર ગૂગલ આસિસટન્ટ સાથે કોઈ હોટલની માહિતી માંગે તો ત્યારબાદ અલગ-અલગ રીતની ડીલ અને ઑફર્સના મેસેજ આવવા લાગે છે. પેનલના એક અન્ય સભ્યએ કહ્યુ કે ગૂગલના નિવેદન પછી સ્પષ્ટ છે કે ગૂગલ સ્માર્ટ સ્પીકર, ગૂગલ આસિસટન્ટ દ્વારા યુઝરનો કૉલ રેકૉર્ડ કરવામાં આવે છે પરંતુ ગૂગલની પ્રાઈવસી પૉલિસીમાં આનો ઉલ્લેખ નથી, આ ગોપનીયતાના ઉલ્લંઘનનો ગંભીર મામલો છે.

English summary
Google records and listen users call on ok google in parliament panel says sources.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X