For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ના જન્મદિવસ ના પુણ્યતિથિ, પછી કેમ ગૂગલે બનાવ્યુ જોહરા સહેગલ પર આજે ડૂડલ?

આજે દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે પોતાનુ ડૂડલ ભારતની પ્રતિષ્ઠિત અભિનેત્રી અને નૃત્યાંગના જોહરા સહેગલને સમર્પિત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે પોતાનુ ડૂડલ ભારતની પ્રતિષ્ઠિત અભિનેત્રી અને નૃત્યાંગના જોહરા સહેગલને સમર્પિત કર્યુ છે. તમને જણાવી દઈએ કે જોહરા પહેલી એવી ભારતીય મહિલા હતી જેમણે પોતાની કલાના દમ પર વિશ્વ સ્તરે એક અલગ ઓળખ બનાવી હતી. આજે ગૂગલે ડૂડલ દ્વારા જોહરાને સલામ કરી છે. આજનુ ડૂડલ ખૂબ જ સુંદર છે જેને પાર્વતી પિલ્લઈએ ડિઝાઈન કર્યુ છે.

Googleએ જોહરા સહેગલ પર બનાવ્યુ Doodle

Googleએ જોહરા સહેગલ પર બનાવ્યુ Doodle

આ Doodleમાં પર્પલ કલરની સાડીમાં જોહરા ક્લાસિકલ ડાંસ કરતા દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે 102 વર્ષના જોહરા સહેગલે 10 જુલાઈ 2014ના રોજ દુનિયાને અલવિદા કહી દીધી હતી. પદ્મ વિભૂષણથી સમ્માનિત વયોવૃદ્ધ અભિનેત્રીએ હમ દિલ દે ચૂકે સનમ, દિલ સે, ચીની કમ અને સાંવરિયા જેવી 20થી વધુ બૉલિવુડ ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેમની છેલ્લી ફિલ્મ સાંવરિયા હતી. જોહરા સહેગલે પોતાનુ કરિયર કોરિયોગ્રાફર તરીકે શરૂ કર્યુ હતુ. જોહરાએ ઘણા ટીવી શોમાં કામ કર્યુ હતુ.

જોહરા પોતાના આનંદી સ્વભાવ માટે લોકો વચ્ચે જાણીતા હતા

જોહરા પોતાના આનંદી સ્વભાવ માટે લોકો વચ્ચે જાણીતા હતા

'જિંદગી હસીન હે, નજર ઉઠાકે તો દેખ'ને લાઈફનો ફંડા માનનાર જોહરા પોતાના આનંદી સ્વભાવ માટે લોકો વચ્ચે જાણીતા હતા. જોહરા થિયેટરને પોતાનો પહેલો પ્રેમ માનતા હતા. ત્યાંથી તેમણે અભિનયની ઘણી બારીકીઓ શીખી હતી. જોહરાએ પૃથ્વીરાજ કપૂરના પૃથ્વી થિયેટરમાં લગભગ 14 વર્ષ સુધી કામ કર્યુ હતુ. જોહરાએ પૃથ્વીરાજ કપૂરથી લઈને રણબીર કપૂર સુધી, બૉલિવુડના જાણીતા કપૂર પરિવારની ચાર પેઢીઓ સાથે કામ કર્યુ હતુ.

'ધ રેસ્ક્યુ ઑફ પ્લુફ્લેસ'

'ધ રેસ્ક્યુ ઑફ પ્લુફ્લેસ'

જોહરા સહેગલનો જન્મ 27 એપ્રિલ, 1912માં ઉત્તર પ્રદેશના સહારનપુરમાં થયો હતો. દહેરાદૂન પાસે ચકરાતામાં ઉછરેલા જોહરા પહેલા એવા ભારતીય હતા જેમણે સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય મંચનો અનુભવ કર્યો. તેમણે 1960ના દશકના મધ્યમાં રુટયાર્ડ કિપલિંગની 'ધ રેસ્ક્યુઑફ પ્લુફ્લેસ'માં કામ કર્યુ હતુ. 1990ના દશકમાં લંડનથી ભારત પાછા આવ્યા બાદ પહેલા જોહરાએ 'ધ જ્વેલ ઈન ધ ક્રાઉન', 'માય બ્યુટીફૂલ લાઉન્ટેરેટે', 'તંદૂરી નાઈટ્સ', 'નેવર સે ડાઈ' જેવા ટેલીવિઝન કાર્યક્રમોમાં પણ કામ કર્યુ. જોહરા સહેગલને વર્ષ 1998માં પદ્મશ્રી, 2001માં કાલિદાસ સમ્માન, 2004માં સંગીત નાટક એકેડમી પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા.

આજે જ કેમ બનાવ્યુ ડૂડલ?

આજે જ કેમ બનાવ્યુ ડૂડલ?

ના તો આજે જોહરાનો જન્મદિવસ છે અને ના પુણ્યતિથિ. એવામાં સવાલ ઉઠે છે કે ગૂગલે આજે કેમ તેમનુ ડૂડલ બનાવ્યુ તો આની પાછળનુ એક મોટુ કારણ છે. વાસ્તવમાં જોહરાની બહુચર્ચિત ફિલ્મ 'નીચા નગર' આજના દિવસે જ વર્ષ 1946માં રિલીઝ થઈ હતી. જોહરાએ ઈષ્ટાની મદદથી બનેલી ચેતન આનંદની આ ફિલ્મમાં યાદગાર અભિનય કર્યો હતો. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પુરસ્કાર જીતનાર આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવનાર આ પહેલી ભારતીય ફિલ્મ હતી. આના કારણે આજે ગૂગલે પોતાનુ ડૂડલ જોહરા સહેગલને સમર્પિત કર્યુ છે.

ટેરેન્સના ખોટી રીતે સ્પર્શતા વીડિયો પર આવ્યુ નોરાનુ રિએક્શનટેરેન્સના ખોટી રીતે સ્પર્શતા વીડિયો પર આવ્યુ નોરાનુ રિએક્શન

English summary
Google remembered Zohra Sehgal in its Doodle, Know the reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X