ગૂગલે ફરી નરેન્દ્ર મોદી જોડે કરી ગૂગલી કહ્યા"Most Stupid PM"
જે વ્યક્તિને પૂરી દુનિયા વિકાસના મોડલના રૂપમાં દેખી રહી છે તેને દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન એવા ગૂગલે કંઇક અલગ જ ટાઇટલની નવાજ્યા છે. ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન ફરી એક વાર ગૂગલે કર્યું છે. આ વખતે ગૂગલના સર્ચ એન્જિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુનિયાના સૌથી મૂર્ખ વડાપ્રધાન તરીકે બિરદાવ્યા છે.
ત્યારે વડાપ્રધાનના આ અપમાન બાદ તેના પર રાજનિતી રમવાનું પણ શરૂ ના થઇ જાય તો નવાઇ નહીં. જો કે તે વાત પણ મહત્વપૂર્ણ છે કે સૌથી મૂર્ખ વડાપ્રધાનના લિસ્ટમાં ખાલી આપણા ભારતના જ વડાપ્રધાન છે તેવું નથી. આ લિસ્ટ દુનિયાના અન્ય કેટલાક દિગ્ગજો પણ સામેલ છે.
તો તમે પણ ગૂગલમાં World's Most Stupid Prime Ministers ટાઇપ કરીને આ વાતની સચ્ચાઇની ભાળ મેળવી શકો છો. ત્યારે આ સમગ્ર મામલે શું છે તે અમે તમને જણાવીએ. જુઓ આ તસવીરો...

ટોપ 10 ક્રિમિનલ્સ
જો કે આ પહેલી વાર નથી આ પહેલા પણ ગૂગલ આવી ભૂલ કરી ચૂક્યું છે. હાલ થોડા સમય પહેલા જ દુનિયાના ટોપ 10 ક્રિમિનલ્સ તેવું સર્ચ કરતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આવતું હતું.

મોસ્ટ સ્ટૂપીડ
હવે બીજી વખત ગૂગલે આવી ગૂગલી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોસ્ટ સ્ટૂપીડ પીએમ કહ્યા છે.

ચેતવણી
જો કે ટોપ 10 ક્રિમિનલ્સમાં મોદીનું નામ આવતા જ ભારત સરકારે ગૂગલને ચેતવ્યું હતું. જે બાદ ગૂગલે પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું હતું કે આ અજાણતા થઇ ગયું છે.

અન્ય દેશોના વડાનું પણ નામ
જો કે સૌથી મૂર્ખ વડાપ્રધાનના નામમાં ખાલી નરેન્દ્ર મોદી એકલા જ નથી. તેમાં કેનેડાના પીએમ સ્ટીફન હાર્પર, થાઇલેન્ડની મહિલા પીએમ યિંગલક શિનાવાત્રા અને ઓસ્ટ્રેલિયાના પીએમ ટોની એબોર્ટ પણ છે.

કી-વર્ડનો ખેલ
સામાન્ય રીતે જ્યારે કોઇ ખબરના આધાર પર કિ વર્ડ દ્વારા કોઇ તસવીરને રાખવામાં આવે છે. ત્યારે આવું બને છે. જો કે આ બાદ પીએમ મોદીના પ્રશંસકોનો ગુસ્સો જરૂરથી વધશે.












Click it and Unblock the Notifications
