For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CBI નિર્દેશકની નિમણૂંકમાં સરકારે કર્યાં મહત્વના સૂચનો : સૂત્રો

|
Google Oneindia Gujarati News

cbi-logo
નવી દિલ્હી, 1 જૂન : સીબીઆઇને કામ કરવાની આઝાદી આપવાના હેતુથી કેન્દ્ર સરકારે અનેક મહત્વની દરખાસ્તોને મંજૂરી આપી દીધી છે. આ દરખાસ્તમાં સીબીઆઇ નિર્દેશકની નિમણૂકની દરખાસ્ત પણ છે. સીબીઆઇ નિર્દેશકની નિમણૂંક માટે એક પેનલની રચના કરવામાં આવશે. આ પેનલમાં વડાપ્રધાન, વિપક્ષના નેતા, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અથવા તેમના સહાયકો સામેલ કરવામાં આવશે.

વર્તમાન કાયદા અંતર્ગત સીબીઆઇના નિર્દેશકની નિમણૂંક કેન્દ્ર સરકાર કરે છે. દરખાસ્તમાં જણાવ્યા અનુસાર સીબીઆઇ નિર્દેશકનો કાર્યકાળ બે થી ત્રણ વર્ષનો હશે. વર્તમાન કાયદામાં સીબીઆઇ નિર્દેશકના કાર્યકાળ માટે કોઇ સમયસીમા નક્કી કરવામાં આવી નથી. સીબીઆઇમાં એક ફરિયાદી નિર્દેશક હશે જે સરકારી વકીલોની નિમણૂંક કરશે.

વર્તમાન કાયદામાં ફરિયાદ નિર્દેશકનો કોઇ ઉલ્લેખ નથી. કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં ટૂંક સમયમાં સોગંદનામુ રજૂ કરવાના છે. જેમાં આ તમામ ફેરફારો અંગેના સૂચનનો સમાવેશ કરવામાં આવશે. વડાપ્રધાન અને કેબિનેટથી મંજૂરી મેળવ્યા બાદ સોગંદનામાને સુપ્રીમ કોર્ટમાં સોંપવામાં આવશે.

English summary
Government proposes key changes in appointment of CBI director : Sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X