સરકારની કબૂલાત : દેશમાં 68 ટકા દૂધ ભેળસેળિયું

કેન્દ્ર સરકારના સોગંદનામા અનુસાર ખાદ્ય સુરક્ષા અને માપદંડ સત્તામંડળના સર્વે કર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે શહેરી વિસ્તારોમાં 68 ટકાથી વધારે દૂધ નિર્ધારિત માપદંડો અનુસાર નથી હોતું. માપદંડો અનુસાર દૂધ હોનારા દૂધમાં 66 ટકા દૂધ છૂટક વેચાણવાળું હોય છે.
સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે દૂધમાં પાણી ઉપરાંત કેટલાક ડિટર્જન્ટના અંશો પણ મળી આવ્યા છે. માપદંડો અનુસાર નહીં હોવામાં મુખ્યત્વે ગ્લુકોઝ અને દૂધના પાવડરની મેળવણી હોવાનું જાણવા મળ્યું છે.
અરજદારોના વકીલ અનુરાગ તોમરના જણાવ્યા અનુસાર ભેળસેળિયા દૂધ અને તેની બનાવટો વિગેરે બાબતો પર સોગંદનામામાં કશું જ કહેવામાં આવ્યું નથી. સોગંદનામા અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં 83 ટકા જેટલું છૂટક દૂધ માપદંડ અનુસાર નથી.












Click it and Unblock the Notifications
