For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

FASTag ને લઈ સરકારે રાહત આપી, 15 ફેબ્રુઆરી સુધી ડેડલાઈન વધારી

FASTag ને લઈ સરકારે રાહત આપી, 15 ફેબ્રુઆરી સુધી ડેડલાઈન વધારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ફાસ્ટેગ (FASTag)ની ડેડલાઈન વધારી 15 ફેબ્રુઆરી 2021 કરી દીી છે. ભારતીય રાષ્ટ્રીય રાજ્યમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ અગાઉ ઘોષણા કરી હતી કે 1 જાન્યુઆરી 2021થી માત્ર ફાસ્ટેગ દ્વારા જ ટોલ ચાર્જ કલેક્ટ કરાશે. ફાસ્ટેગથી 100 ટકા ટેક્સ કલેક્શનની સમય સીબા હવે દોઢ મહિના, એટલે કે 15 ફેબ્રુઆરી સુધી વધારી દેવામાં આવી છે.

FASTag

NHAI તરફથી કહેવામાં આવ્યું હતું કે એક જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કેશ કલેક્શન બંધ થઈ જશે અને માત્ર ફાસ્ટેગ જ ચાલશે. હવે આની સમય સીમા વધારી દેવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે ઘણા વાહન ચાલક હજી પણ કેશમાં ટોલ ટેક્સ આપી રહ્યા છે. સરકાર ઈચ્છે છે કે ટેક્સ કલેક્શન ફાસ્ટેગ દ્વારા જ થાય. ટોલ પ્લાઝાને કેશલેસ કરવા ફાસ્ટેગ માટે અલગથી સાઈન પણ બનાવી છે.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

ફાસ્ટેગ એક રેડિયો ફ્રીક્વેંસી આઈડેંટિફિકેશન ટેગ છે જે વાહનના વિંડસ્ક્રીન પર ચિપકેલ હોય છે. આ ટેગ, જે રિચાર્જેબલ અને કોઈ પ્રીપેડ ખાતા/ ઈ-વૉલેટ સાથે જોડાયેલ હોય છે, જેનાથી ટોલ બૂથો પર ઓટોમેટિક રૂપે શુલ્ક કાપી શકાય છે. આમાં પેમેન્ટ કરવા માટે ટોલ પ્લાઝા પર ઉભા રહેવાની જરૂરત નથી પડતી.

દેશમાં 2016માં થઈ હતી ફાસ્ટેગની શરૂઆત અને ચાર બેંકોએ એ વર્ષે સામૂહિક રૂપે એક લાખ ટેગ જાહેર કર્યા હતા. જે બાદ 2017માં સાત લાખ અને 2018માં 34 લાખ ફાસ્ટેગ દ્વારા કર્યા. કેન્દ્રીય મોટર વ્હિકલ અધિનિયમ, 1989 મુજબ 1 ડિસેમ્બર 2017થી નવા ફોર વ્હીલર રજિસ્ટ્રેશન માટે ફાસ્ટેગ ફરજીયાત કરવામાં આવ્યું છે.

English summary
government extended deadline for FASTag till 15th february
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X