For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોટી સંસ્થાઓમાં ખાલી પદો પર બોલ્યા રાહુલ ગાંધી - 'SC, ST અને OBCને દંડિત કરી રહી છે સરકાર '

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ બેરોજગારી અને પછાત વર્ગ સાથે થતા ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગયા વર્ષે માર્ચમાં કોરોના મહામારીના કારણે સરકારે લૉકડાઉન લાગુ કરવુ પડ્યુ. ત્યારબાદ ઝડપથી બેરોજગારી વધી. અનલૉક બાદ ધીમે ધીમે બધી ગતિવિધિઓ સામાન્ય થઈ ગઈ પરંતુ રોજગારની સ્થિતિ હજુ પણ એવી જ છે. જેના માટે વિપક્ષ પણ સતત સવાલ ઉઠાવતા રહે છે. હવે એક વાર ફરીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ બેરોજગારી અને પછાત વર્ગ સાથે થતા ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો છે.

Rahul Gandhi

રાહુલ ગાંધીએ ટ્વિટર પર એક રિપોર્ટ શેર કર્યો છે જેમાં આઈઆઈટી, એનઆઈટી જેવી સંસ્થાઓમાં ખાલી રહેલા પદોનો ઉલ્લેખ છે. આ ઉપરાંત SC/ST અને OBC માટે ખાલી પદેની પણ સંખ્યા અલગ અલગ જણાવવામાં આવી છે. રિપોર્ટ સાથે રાહુલ ગાંધીએ લખ્યુ કે શિક્ષિત યુવાનોને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. એવુ લાગે છે કે ભારત સરકાર અસલી ડિગ્રી રાખવા માટે SC/ST અને OBCને દંડિત કરી રહી છે.

ખાનગીકરણ પર પણ સાધ્યુ નિશાન

રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરવાનો કોઈ મોકો છોડ્યો નથી. હાલમાં જ તેમણે ટ્વિટર પર લખ્યુ કે કેન્દ્ર સરકારની બંને હાથોથી ધોળે દિવસે લૂટ. ગેસ-ડીઝલ-પેટ્રોલ પર જબરદસ્ત ટેક્સ વસૂલી. મિત્રોને PSU-PSB વેચીને જનતા સાથે ભાગીદારી, રોજગાર તેમજ સુવિધાઓ છીનવી. PMનો એક કાયદો, દેશ ફૂંકીને મિત્રોનો ફાયદો. વળી, બીજા ટ્વિટમાં તેમણે લખ્યુ કે કેન્દ્ર સરકાર લાભનુ ખાનગીકરણ અને નુકશાનનુ રાષ્ટ્રીયકરણ કરી રહી છ. સરકારી બેંક મોદી મિત્રોને વેચવી ભારતની આર્થિક સુરક્ષા સાથે રમત છે. હું હડતાળ કરી રહેલા બેંક કર્મચારીઓ સાથે છુ.

કોરોના વાયરસના કેસોમાં ઉછાળો, 24 કલાકમાં 28903 નવા દર્દીકોરોના વાયરસના કેસોમાં ઉછાળો, 24 કલાકમાં 28903 નવા દર્દી

English summary
Government penalising OBC-SC-ST candidates: Rahul Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X