For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ 2013 જાહેર કરી

|
Google Oneindia Gujarati News

cyber-security
નવી દિલ્હી, 4 જુલાઇ : દેશમાં વધતા જતા સાયબર ક્રાઈમના હુમલાઓથી કેન્દ્ર સરકારની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ કારણે હવે સરકાર જાગી ગઈ છે. સાયબર ક્રાઈમમાં દેશની ઈકોનોમીને પણ જોખમ હોવાની શક્યતા રજૂ કરતા ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે નેશનલ સાયબર સિક્યોરિટી પોલિસીની જાહેરાત કરી દીધી છે.

રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ 2013ની જાહેરાત કરતા સમયે ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું કે સરકાર સાયબર ક્રાઈમ ઓછો કરવા અને પોલિસીને સફળ બનાવવા માટે જરૂરી તમામ પગલા લેશ. આ માટે જો જરૂર પડશે તો ખાનગી કંપનીઓની મદદ પણ લેવામાં આવશે.

સાયબર નીતિમાં સૂચવવામાં આવેલા પગલાંઓ અનુસાર સાયબર હુમલાઓ ઓછા કરવા માટે મજબૂત સિસ્ટમને ડેવલપ કરવામાં આવશે. એનએસસીએસ એટલે કે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટેરિયટ સાયબર સિક્યોરિટી સાથે જોડાયેલા બધા જ વિષયોની તપાસ નોડલ એજન્સી દ્વારા કરવામાં આવશે.

આ અંગે સિબ્બલે જણાવ્યું કે આ સિસ્ટમ ડેવલપ કર્યા પછી સરકાર દ્વારા દેશના દરેક નાગરિક અને સંસ્થાને તેનો લાભ આપવામાં આવશે. સાઈબર વિશેના નિષ્ણાત પવન દુગ્ગલે જણાવ્યું છે કે નેશનલ સાયબર સિક્યોરિટી પોલિસી ઘણી જ મહત્વની છે અને સરકારે તે વિશે ઘણું જ મહત્વનું પગલુ ઉઠાવ્યું છે. આ પોલિસીથી સાયબર સિક્યોરિટી વિશે કેવી નીતિ બનાવવામાં આવશે તેનો ખ્યાલ આવે છે.

English summary
Government releases National Cyber Security Policy 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X