રાફેલ ડીલ: સરકારે સુપ્રિમકોર્ટને એરક્રાફ્ટ સાથે જોડાયેલી જાણકારી આપી

સરકારે સુપ્રિમકોર્ટ આદેશ અનુસાર 36 રાફેલ વિમાનોની ખરીદીના સંબંધમાં કરવામાં આવેલા નિર્ણયના દસ્તાવેજ યાચિકાકર્તાઓને સોંપી દેવામાં આવ્યા છે.

સરકારે સુપ્રિમકોર્ટ આદેશ અનુસાર 36 રાફેલ વિમાનોની ખરીદીના સંબંધમાં કરવામાં આવેલા નિર્ણયના દસ્તાવેજ યાચિકાકર્તાઓને સોંપી દેવામાં આવ્યા છે. આ દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે રાફેલ વિમાનોની ખરીદીમાં રક્ષા પ્રક્રિયા 2013 માં નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું છે.

rafale deal

દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે વિમાન માટે રક્ષા પરિષદની મંજૂરી લેવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ તેના માટે ભારતીય દળના ફ્રાસિસ પક્ષ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાફેલ ડીલમાં ડસોલ્ટ કંપની જૂઠ બોલીને મોદીને બચાવી રહી છેઃ રાહુલ ગાંધી

આ દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે રાફેલ ડીલ નિયમો અનુસાર જ થઇ છે. જેના માટે 74 બેઠકો પણ થઇ હતી. દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું છે કે ફ્રાસિસ પક્ષ સાથે વાતચીત લગભગ 1 વર્ષ સુધી ચાલી અને સમજોતા પર સહી કરવા પહેલા મંત્રીમંડળની સુરક્ષા મામલે મંજૂરી પણ લેવામાં આવી હતી.

આ પણ વાંચો: જો રાફેલ પર તપાસ શરુ થઇ તો પીએમ મોદી જેલ જશે: રાહુલ ગાંધી

હાલમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી રાફેલ મુદ્દે સતત સરકારને ઘેરી રહ્યા છે અને ખાસ કરીને તેઓ પીએમ મોદી પર આકરા પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીએ રાફેલમાં પોતાના મિત્રોને ફાયદો પહોંચાડીને ઘણું મોટું કૌભાંડ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X