રાફેલ ડીલમાં ડસોલ્ટ કંપની જૂઠ બોલીને મોદીને બચાવી રહી છેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ શુક્રવારે ફરીથી એક વાર ફ્રાંસ સાથે થયેલ રાફેલ એરક્રાફ્ટ સોદામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કહી છે.

રાહુલ ગાંધીએ શુક્રવારે ફરીથી એક વાર ફ્રાંસ સાથે થયેલ રાફેલ એરક્રાફ્ટ સોદામાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કહી છે. રાહુલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આ ગોટાળાનો આરોપ લગાવતા કહ્યુ કે પીએમ મોદીએ અનિલ અંબાણીની કંપનીને ખોટી રીતે ફાયદો પહોંચાડ્યો છે. રાહુલે કહ્યુ કે રાફેલ બનાવનાર કંપની ડસોલ્ટ અનિલ અંબાણીની કંપની સાથે પોતાની ડીલ માટે જે તર્ક આપી રહી છે તે સફેદ જૂઠ છે. તે મોદીને બચાવવાની કોશિશમાં છે.

rahul gandhi

રાહુલે કહ્યુ, ડસોલ્ટના સીઈઓ ડીલ માટે એચએએલ પાસે જમીન ના હોવાના અને અનિલ અંબાણીની કંપની પાસે જમીન હોવાની વાત કહી રહ્યા છે. જ્યારે સત્ય એ છે કે અનિલ અંબાણીની કંપનીમાં ડસોલ્ટે 284 કરોડ રૂપિયા રોક્યા અને તે જ પૈસાથી અનિલ અંબાણે જમીન ખરીદી. ડસોલ્ટના સીઈઓ સફેદ જૂઠ બોલી રહ્યા છે. એ જણાવે કે નુકસાનમાં ચાલી રહેલી 8 લાખ રૂપિયાની કંપનીમાં 284 કરોડ રૂપિયા ડસોલ્ટે કેમ રોક્યા?

રાહુલ ગાંધીએ કહ્યુ કે રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાપ થયો છે અને તે સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. 284 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારની પહેલો હપ્તો સ્પષ્ટ રીતે સાબિત થઈ ગયો છે. પીએમ તપાસથી ડરે છે, તેમને ખબર છે કે તપાસ થશે તો પકડાઈ જઈશુ એટલા માટે સીબીઆઈ પ્રમુખને હટાવી દીધા. પ્રધાનમંત્રીને રાત્રે ઉંઘ નથી આવી રહી. ટેન્શનમાં છે અને પકડાઈ પણ જશે. રાહુલે કહ્યુ, સુપ્રીમ કોર્ટે રાફેલની કિંમતોની જાણકારી માંગી છે. સરકાર કહી રહી છે કે નહિ જણાવી શકીએ કારણકે ગોપનીય છે. જ્યારે ફ્રાંસના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ રીતે કહ્યુ છે કે રાફેલની કીંમત ગોપનીય સમજૂતીનો હિસ્સો છે જ નહિ. આ બધી વસ્તુઓ સાબિત કરી રહી છે કે મોદીએ સામાન્ય જનતાના પૈસા ભ્રષ્ટાચાર દ્વારા અનિલ અંબાણીના ખિસ્સામાં નાખી દીધા છે.

રાહુલે કહ્યુ, મોદી સરકારે રાફેલ સોદામાં વિમાનોની સંખ્યા ઘટાડીને વાયુસેનાની તાકાત ઘટાડી, ભ્રષ્ટાચાર કરીને દેશના ખજાનાને નુકસાન પહોંચાડ્યુ અને દેશના યુવાનોનું રોજગાર છીનવ લીધુ. આ ડીલનો ફાયદો માત્ર તેમના અને તેમના નજીકના મૂડીવાદીઓને થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X