પીએમ કેર્સ ફંડમાંથી 1 લાખ ઑક્સીજન કંસંટ્રેટર ખરીદશે સરકાર

પીએમ કેર્સ ફંડમાંથી 1 લાખ ઑક્સીજન કંસંટ્રેટર ખરીદશે સરકાર

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા પ્રકોપની સાથે જ હોસ્પિટલમાં ઑક્સીજનની કમીનું સંકટ પણ વધતું જઈ રહ્યું છે. આ બધાની વચ્ચે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ફંડથી 1 લાખ પોર્ટેબલ ઑક્સીજન કંસંટ્રેટર ખરીદવાની મંજૂરી આપી દીધી છે. પીએમઓ તરફથી જાણકારી આપવામાં આવી છે કે પીએમ મોદીએ પીએમ કેર્સ ફંડથી 1 લાખ પોર્ટેબલ ઑક્સીજન કંસેંટ્રેટર જલદી જ ખરીદી કોરોના પ્રભાવિત રાજ્યોને આપવા કહ્યું છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં થયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે.

pm modi

હાલમાં જ પીએમ કેર ફંડ અંતર્ગત 713 પીએસએ પ્લાન્ટ લગાવવાની પણ વડાપ્રધાને મંજૂરી આપી દીધી હતી. પીએમ કેર્સ ફંડ અંતર્ગત હવે 500 નવા પ્રેશર સ્વિંગ સોર્સેશન ઑક્સીજન પ્લાન્ટ લગાવવાને પણ મંજૂરી આપવામાં આવી છે. દેશમાં હાલ સ્વાસ્થ્ય વ્યવસ્થાના બેહાલ છે. હોસ્પિટલમાં દર્દીઓને બેડ નથી મળી રહ્યાં, તો ક્યાંક ઑક્સીજનની કમીને પગલે કોરોના દર્દીઓના મોત થઈ રહ્યાં છે. વાયુસેના અને રેલવે મારફતે ઑક્સીજનની સપ્લાઈ કરવામાં આવી રહી છે. જો કે હજી સુધી સંકટ ઘટ્યું નથી.

સતત કોરોનાના મામલા વધી રહ્યા છે

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ગત 24 કલાકમાં કોરોનાના 3 લાખ 62 હજાર 787 નવા મામલા સામે આવ્યા. જ્યારે 3285 દર્દીઓનાં મોત થયાં છે. હાલ દેશમાં કોરોનાની સંખ્યા વધીને 1,79,88,637 થઈ ગઈ છે. કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા વધીને 2,01,165 થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ દર્દીની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં હવે એક્ટિવ કેસ 29,72,106 થઈ ગઈ છે, જે કુલ સંક્રમિતોના 16.34 ટકા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X