For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ કર્યુ સ્પષ્ટઃ કોઈ પણ કિંમતે નહિ બદલવામાં આવે LACની સ્થિતિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી જેમાં સરકારે સ્પષ્ટ કરી દીધુ કે LAC પર કોઈ કિંતે સરકાર એકપક્ષીય ફેરફારની અનુમતિ નહિ આપે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા દોઢ મહિનાથી ભારત-ચીન સીમાના લદ્દાખ સેક્ટરમાં વિવાદ ચાલુ છે. 15-16 જૂનની રાતે થયેલી અથડામણમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થઈ ગયા. ત્યારબાદથી ગલવાન ઘાટીમાં વિવાદ વધી ગયો છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી જેમાં સરકારે સ્પષ્ટ કરી દીધુ કે LAC પર કોઈ કિંતે સરકાર એકપક્ષીય ફેરફારની અનુમતિ નહિ આપે. આ સાથે જ ભારતની સંપ્રભુતા અને અખંડતાન સુરક્ષા માટે ભારતીય સેના દરેક જરૂરી પગલાં લેશે. પ્રધાનમંત્રી કાર્યાલય મુજબ સેનાનુ મનોબળ ઘટાડવા માટે પીએમ મોદીના નિવેદન પર વિવાદ ઉભો કરવામાં આવ્યો છે.

PM Modi

ભારત સરકાર તરફથી શનિવારે સર્વપક્ષીય બેઠક વિશે એક નિવેદન જારી કરવામાં આવ્યુ. જે મુજબ બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યુ કે એલએસીને સ્થાનાંતરિત કરવા માટે કોઈ પણ પ્રયાસનુ ભારત દ્રઢતાથી જવાબ આપશે. પીએમ મોદીએ કહ્યુ કે લદ્દાખમાં જે લોકોએ આપણી જમીન પર કબ્જો કરવાની કોશિશ કરી તેમણે અપણા જવાનોએ બહાદૂરીથી સબક શીખવ્યો છે. તેમણે બધા દળોને આશ્વાસન આપીને કહ્યુ કે સેનાની સીમા રક્ષામાં કોઈ કસર નથી. પીએમ મોદી મુજબ ભારતીય ક્ષેત્રના નક્શામાં સ્પષ્ટ છે. એવામાં સરકાર તેની રક્ષા માટે દ્રઢતાથી લાગેલી છે.

સર્વપક્ષીય બેઠકમાં એ પણ જણાવવામાં આવ્યુ છે કે કેવી રીતે ગયા 60 વર્ષોમાં 43 હજાર વર્ગ કિલોમીટરથી વધુની ભૂમિ પર કબ્જો થયો છે અને આ કોણો કર્યુ એ બધાને ખબર છે. પીએમ મોદી મુજબ દેશના બહાદૂર જવાન સીમાઓની સુરક્ષા કરી રહ્યા છે. આ ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ છે કે તેમનુ મનોબળ ઘટાડવા માટે અનાવશ્યક રીતે વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. ભારત સરકાર મુજબ તેમને વિશ્વાસ છે કે આ મુશ્કેલ સમયમાં દેશનો દરેક નાગરિત સરકાર સાથે ઉભો છે.

English summary
Government will not allow any unilateral change on LAC: pm modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X