આજથી 25 રુપિયે કિલોગ્રામના ભાવે ડુંગળી વેચશે સરકાર
Onion Price: જે રીતે ટામેટાંના ભાવ આસમાને આંબી ગયા હતા અને લોકોને મોંઘા ભાવે ટામેટાં ખરીદવા પડ્યા હતા, ત્યારબાદ સરકાર દ્વારા ટામેટા સસ્તા ભાવે વેચવામાં આવી રહ્યા હતા, એ જ રીતે હવે સરકાર લોકોને સસ્તા ભાવે ડુંગળી વેચવા જઈ રહી છે.
આજથી દિલ્હીમાં લોકોને સસ્તા ભાવે ડુંગળી વેચવામાં આવશે. સરકારી બફર સ્ટોકમાંથી ડુંગળી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. સરકારના આ નિર્ણયથી લોકોને ડુંગળીના મોંઘા ભાવથી ચોક્કસ રાહત મળી શકે છે.

નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા પહેલેથી જ કેન્દ્ર સરકાર વતી સસ્તા ભાવે ટામેટાંનું વેચાણ કરી રહ્યું છે. ટામેટાં બાદ હવે સસ્તા ભાવે ડુંગળી વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે 3 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક રાખવામાં આવ્યો છે. NCCFના મેનેજિંગ ડિરેક્ટર એજે ચંદ્રાએ કહ્યું કે અમે દિલ્હીથી ડુંગળીનું વેચાણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમે તેને મોબાઈલ વાન અને બે રિટેલ આઉટલેટ્સ દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચીશું.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ જ કારણ છે કે ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે તેની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લગાવી છે, જે ડિસેમ્બર મહિના સુધી ચાલુ રહેશે.
હાલમાં કેન્દ્ર સરકાર પાસે 3 લાખ ટન ડુંગળીનો બફર સ્ટૉક છે, આ સાથે જ સંબંધિત વિભાગોને એક લાખ ટન વધુ ડુંગળી ખરીદવા માટે સૂચના આપવામાં આવી છે જેથી ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખી શકાય. અત્યાર સુધીમાં કેન્દ્ર દ્વારા રાજ્યોને 1400 ટન ડુંગળી મોકલવામાં આવી છે.












Click it and Unblock the Notifications
