For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેટ્ટાર સરકાર 4 ફેબ્રુઆરી સુધી બહુમત સાબિત કરે: રાજ્યપાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jagadish-shettar
બેંગ્લોર, 25 જાન્યુઆરી: કર્ણાટકમાં ભાજપ સરકાર એકવાર ફરી સંકટમાં ઘેરાઇ છે. કર્ણાટકના રાજ્યપાલ હંસ રાજ ભારદ્વાજે મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર પાસે આગામી 4 આગામી ફેબ્રુઆરીમાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યપાલ સાથે મુલાકાત મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે કહ્યું હતું કે અમારી પાસે સ્પષ્ટ બહુમત છે અને અમે સમયમર્યાદામાં નિર્ધારિત તારીખે સદનમાં બહુમત સાબિત કરી દઇશું.

આ પહેલાં બે મંત્રીઓએ રાજીનામું આપ્યું હોવાના તથા 11 અન્ય ધારાસભ્યોએ વિધાનસભામાં રાજીનામું આપવાના નિર્ણય અંગે કર્ણાટક રાજ્યપાલે ગત મંગળવારે કહ્યું હતું કે જો રાજ્યમાં સંવૈધાનિક સંકટ ઉત્પન્ન થયું છે તો તે કાર્યવાહી કરવા માટે તૈયાર છે. જો કે તેમને એમપણ કહ્યું હતું કે તે જગદીશ શેટ્ટાર સરકારને પરેશાન કરવા માંગવા નહી માંગીએ.

રાજ્યપાલે કહ્યું હતું કે તેમને ગઇકાલે મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર સાથે વાતચીત કરી છે અને જગદીશ શેટ્ટારે કહ્યું છે કે તેમની સરકારમાં કંઇ પણ સમસ્યા નથી. રાજ્યપાલે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ તેમને શાસન વ્યવસ્થા સારી રીતે ચાલવવાનું આશ્વાસન આપ્યું છે અને અપરાધ અને ભ્રષ્ટ્રાચાર ઓછો કરવાનો વાયદો કર્યો છે. તેમને કહ્યું છે કે આ સરકારની જવાબદારી છે.

English summary
Karnataka Governor HR Bhardwaj was on Friday asked the Jagadish Shettar led BJP government in the state to prove majority on the floor of the House by February 04.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X