જાણો ક્યારે ક્યારે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાશન લાગ્યું

જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીના નેતૃત્વમાં ચાલી રહેલી ભાજપ અને પીડીપી સરકાર પડી ભાંગી છે.

જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીના નેતૃત્વમાં ચાલી રહેલી ભાજપ અને પીડીપી સરકાર પડી ભાંગી છે. મંગળવારે બીજેપી નેતા રામ માધવ ઘ્વારા સમર્થન પાછું લેવા માટે જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય જનતા પક્ષે પીડીપીને આપેલુ સમર્થન પાછુ લેવા માટે ગયા વર્ષોમાં જમ્મુ કાશ્મીરમાં વધતો આતંકવાદ, હિંસા અને કટ્ટરતાને ગણાવ્યુ છે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે માડિયાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે પક્ષ પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. પાર્ટીએ પીડીપી પાસેથી સમર્થન પાછું લઇ લીધું છે અને તેમના બધા જ મંત્રીઓ ઘ્વારા રાજીનામુ આપી દેવામાં આવ્યું છે. રામ માધવે તેની પાછળ મહેબુબા મુફ્તીને જવાબદાર ગણાવી છે. તેમને જણાવ્યું કે જે ઈરાદાથી તેમને મહેબુબા મુફ્તી સાથે સરકાર બનાવી હતી કે સફળ રહ્યું નહીં એટલા માટે તેઓ સરકાર પાસેથી સમર્થન પાછું લઇ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં ગવર્નર શાશન માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને તેને તત્કાલ પ્રભાવે લાગુ પણ કરી દેવામાં આવ્યું છે. આ પહેલીવાર નથી બન્યું જયારે જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાશન લાગુ કરવામાં આવ્યું હોય અત્યારસુધી 8 વાર જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાશન લાગુ થઇ ચૂક્યું છે.

પહેલીવાર વર્ષ 1977 દરમિયાન

પહેલીવાર વર્ષ 1977 દરમિયાન

આ પ્રકારની સ્થિતિ પહેલીવાર વર્ષ 1977 દરમિયાન આવી હતી જયારે જમ્મુ કાશ્મીરમાં શેખ મોહમ્મદ અબ્દુલ્લાહની સરકાર બહુમત ગુમાવી બેઠી હતી. તે સમયે કોંગ્રેસે નેશનલ કોન્ફ્રન્સ સરકાર પાસેથી સમર્થન પાછું લઇ લીધું હતું અને સરકાર ભાગી ગયી હતી. બીજી વાર માર્ચ 1986 દરમિયાન ગુલામ મોહમ્મદ શાહની સરકાર બહુમત ગુમાવી બેઠી હોવાથી રાજ્યપાલ શાશન લાગુ કરી દેવામાં આવ્યું. ત્યારે કોંગ્રેસે નેશનલ કોન્ફ્રન્સની ગુલામ મોહમ્મદ સરકાર પાસેથી સમર્થન પાછું લઇ લીધું હતું.

6 વર્ષ અને 264 દિવસના લાંબા સમય સુધી રાજ્યપાલ શાશન ચાલ્યું

6 વર્ષ અને 264 દિવસના લાંબા સમય સુધી રાજ્યપાલ શાશન ચાલ્યું

ત્રીજી વાર જયારે જગમોહનને જાન્યુઆરી 1990 દરમિયાન રાજ્યપાલ બનાવવાના નિર્ણયના વિરોધમાં ફારૂક અબ્દુલ્લાહ ઘ્વારા સરકારમાંથી રાજીનામુ આપ્યું હતું. આવું પહેલીવાર બન્યું હતું જયારે જમ્મુ કાશ્મીરમાં 6 વર્ષ અને 264 દિવસના લાંબા સમય સુધી રાજ્યપાલ શાશન ચાલ્યું હતું. ચોથી વાર વર્ષ 2002 દરમિયાન ઇલેક્શનમાં કોઈ પણ પાર્ટીને બહુમત નહીં મળવા પર રાજ્યપાલ શાશન લાગ્યું હતું. પરંતુ 15 દિવસ પછી પીડીપી અને કોંગ્રેસે સરકાર બનાવી લીધી હતી.

8 વાર લાગી ચૂક્યું છે રાજ્યપાલ શાશન

8 વાર લાગી ચૂક્યું છે રાજ્યપાલ શાશન

જુલાઈ 2008 દરમિયાન અમરનાથ જમીન વિવાદ મુદ્દે સરકાર પડી ભાંગી. તે સમયે પીડીપી ઘ્વારા ગુલામ નબી આઝાદ સરકાર પાસેથી સમર્થન પાછું લઇ લેવામાં આવ્યું હતું. ત્યારપછી રાજ્યમાં રાજ્યપાલ શાશન લાગુ કરી દેવામાં આવ્યું. વર્ષ 2015 દરમિયાન ઈલેક્શન પછી ફરી એકવાર કોઈ પણ પાર્ટીને બહુમત મળ્યું નહિ જેથી રાજ્યપાલ શાશન લાગુ કરી દેવામાં આવ્યું.

રાજ્યમાં કોઈ પણ પક્ષ ઘ્વારા સરકાર બનાવવા માટે દાવેદારી નથી કરી

રાજ્યમાં કોઈ પણ પક્ષ ઘ્વારા સરકાર બનાવવા માટે દાવેદારી નથી કરી

વર્ષ 2016 દરમિયાન મુફ્તી મોહમ્મદ સઈદની મૌત પછી થોડા સમય માટે રાજ્યપાલ શાશન લગાવવામાં આવ્યું હતું. ત્યારપછી મેહબૂબા મુફ્તી ઘ્વારા સીએમ પદ માટે શપથ લેવામાં આવી હતી, જયારે હવે બીજેપી ઘ્વારા સમર્થન પાછું લઇ લીધા પછી રાજ્યપાલ એનએન વોહરા ઘ્વારા કમાન સંભાળી લેવામાં આવી છે કારણકે હજુ સુધી કોઈ પણ પાર્ટી ધવરા સરકાર બનાવવા માટે દાવેદારી કરવામાં આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X