પુડુચેરીમાં લાગ્યુ રાષ્ટ્રપતિ શાસન, કેન્દ્રીય કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારે પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધુ છે.
નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે પુડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દીધુ છે. કોંગ્રેસની સરકાર પડી ભાંગ્યા બાદ કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ સપ્તાહની શરૂઆતમાં વિશ્વાસ મત ન મેળવી શકવાના કારણે કોંગ્રેસની નારાયણ સામી સરકાર પડી ગઈ હતી. સરકાર પડી ભાંગ્યા બાદ આશા હતી કે વિપક્ષ પોતાનો દાવો રજૂ કરશે પરંતુ મુખ્ય વિપક્ષી દળ એઆઈડીએમકેએ સરકાર બનાવવાનો એમ કહીને ઈનકાર કરી દીધો કે જલ્દી ચૂંટણી થવાની છે માટે તે ચૂંટણીમાં ઉતરવાનુ પસંદ કરશે. ત્યારબાદ કેન્દ્રએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાનો નિર્ણય કર્યો છે.

2 મતથી પડી હતી સરકાર
સોમવારે 22 માર્ચે રાજ્યપાલના નિર્દેશાનુસાર સત્તાધારી કોંગ્રેસ પાર્ટીએ બહુમત સાબિત કરવાનો હતો પરંતુ મુખ્યમંત્રી વી નારાયણસામી નિષ્ફળ રહ્યા હતા. કોંગ્રેસના 9 ધારાસભ્યો અને ડીએમકેના 2 ધારાસભ્યોએ મળીને નારાયણ સામી પાસે 11 ધારાસભ્યોનુ જ સમર્થન હતુ. આમાં સ્પીકરે ઉમેર્યા બાદ પરણ આ સંખ્યા 12 સુધી પહોંચી રહી હતી જ્યારે વર્તમાન સ્થિતિમાં બહુમત માટે 14 સભ્યોની જરૂર છે. રાજ્યપાલે સરકાર પાસે બહુમત ન હોવાની ઘોષણા કરી ત્યારબાદ નારાયણસામીએ રાજ્યપાલને પોતાનુ રાજીનામુ સોંપી દીધુ હતુ. તેના એક દિવસ બાદ એઆઈએડીએમકેએ પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકાર બનાવવાની ઘોષણા કરી દીધી. પાર્ટીએ કહ્યુ કે 10 દિવસમાં ચૂંટણી થવાની છે માટે અમે ચૂંટણીમાં જઈશુ અને લોકતાંત્રિક રીતે સરકાર બનાવીશુ.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
