રાજ્યપાલોને સુપ્રીમ કોર્ટની મોટી સલાહ, કહ્યું- રાજ્યપાલે રાજનીતિથી દુર રહેવુ જોઈએ

સરકારના કામમાં રાજ્યપાલોની વધી રહેલી રાજનીતિક દખલને લઈને હવે સુપ્રીમ કોર્ટે મોટી વાત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોમે રાજનીતિથી દુર રહેવા કહ્યું છે.

નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા રાજ્યપાલ દ્વારા રાજ્ય સરકારોને હેરાન કરવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટનું મોટુ નિવેદન સામે આવ્યુ છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને સૂચન કરતા મોટી વાત કહી છે.

suprem court

રાજ્યપાલોને લઈને સુપ્રીમ કોર્ટ કહ્યું કે, એવી ઉમ્મીદ નથી કરાતી કે રાજ્યપાલો રાજકીય પક્ષો વચ્ચે ગઠબંધન કરાવા રાજકીય મેદાનમાં પ્રવેશે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે શિવસેના વિવાદ સંબંધિત અરજીઓની સુનાવણી દરમિયાન આ મૌખિક ટિપ્પણી કરી છે.

સુપ્રીમ કોર્ટે આ ટીપ્પણી ત્યારે કરી જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતા મહારાષ્ટ્રના ગવર્નર માટે હાજર રહ્યા અમે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ તકવાદી થઈને એનસીપી અને કોંગ્રેસ સાથે ચૂંટણી પછી ગઠબંધનમાં પ્રવેશ કર્યાનો આરોપ લગાવ્યો. હવે આ અરજીને સાત સભ્યોની બંધારણીય બેંચને મોકલવાનો નિર્ણય કોર્ટે અનામત રાખ્યો છે. શુક્રવારે કોર્ટ નિર્ણય સંભળાવશે.

સુપ્રીમ કોર્ટ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથને લઈને ઉદ્ભવેલા બંધારણીય મુદ્દાઓની સુનાવણી કરી રહી છે. CJI ચંદ્રચુડ ઉપરાંત સુપ્રીમ કોર્ટની આ બંધારણીય બેંચમાં જસ્ટિસ એમઆર શાહ, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે પક્ષના વકીલો દ્વારા દલીલો રજૂ કરાયા બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ વતી સોલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા તુષાર મહેતા હાજર થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X