BJPના મનમોહન સિંહ છે રાજનાથઃ ગોવિંદાચાર્ય

ગોવિંદાચાર્યએ કોંગ્રેસ અને ભાજપની એક સાથે ટીકા કરતા કહ્યું કે રાજનાથ સિંહ ભાજપના મનમોહન સિંહની જેમ કામ કરી રહ્યાં છે. જો કે, રાજનાથ સિંહની નવી ટીમમાં ઉમા ભારતીને ઉપાધ્યક્ષ પદ આપવામાં આવ્યું છે. જો ગોવિંદાચાર્યની નજીક છે.
નોંધનીય છે કે, ગોવિંદાચાર્યએ નરેન્દ્ર મોદીને લઇને પહેલાથી જ કહ્યું છે કે તે પ્રધાનમંત્રી બનવાને લાયક નથી. તેનાથી સારા પ્રધાનમંત્રી કોંગ્રેસના દિગ્વિજય સિંહ સાબિત થઇ શકે છે. મોદીને ભાજપની સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.
રાજકીય ચિંતક તરીકે ચર્ચિત કેએન ગોવિંદાચાર્ય દેશમાં નવા રાજકીય વિકલ્પ રજૂ કરવાનો વિચાર કરી રહ્યાં છે. તેથી તેમણે 350 રાજકીય વ્યક્તિઓ અને સમૂહોને ચિન્હિત કર્યા છે. જેને જોડવાની મુહિમ ચાલી રહી છે. એપ્રિલના અંતમાં એક લઘુ ગોલમેજ સંમેલન પણ થશે.












Click it and Unblock the Notifications
