'સંસદ પર હુમલામાં સરકારનો હાથ'

મણિનું કહેવુ છે કે સીબીઆઇ-એસઆઇટી ટીમના સભ્ય રહેલા સતીશ વર્માએ તેમને જણાવ્યું હતું કે આતંકવાદ વિરોધી કાયદાને મજબૂત કરવા માટે જ સંસદ અને મુંબઇ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. મણિએ વર્માના હવાલાથી જણાવ્યું કે, 13 ડિસેમ્બર 2001માં સંસદ પર હુમલો થયા બાદ પોટા લાગૂ કરવામાં આવ્યો.
ત્યારબાદ 26 નવેમ્બર 2008માં હુમલો થયો. ત્યારબાદ યુપીએ કાયદામાં સંશોધન થયું. ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી વર્માએ મણિના આરોપો પર કંઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે. એક સમાચારપત્રને વર્માએ જણાવ્યું કે, મને માહિતી નથી કે શું ફરિયાદ છે અને કોણે કરી છે. હું એ અંગે ઉસ્તુક પણ નથી.












Click it and Unblock the Notifications
