For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

15 દેશોના રાજદૂતોએ પારખી જમ્મુ કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા, 'પાકિસ્તાન ફેલાવી રહ્યુ પ્રોપાગાન્ડા'

વિદેશ મંત્રાલય તરફથી જમ્મુ કાશ્મીરની પ્રવાસે ગયેલા 15 દેશોના રાજદૂતોના પ્રવાસ વિશે મીડિયાને માહિતી આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

વિદેશ મંત્રાલય તરફથી જમ્મુ કાશ્મીરની પ્રવાસે ગયેલા 15 દેશોના રાજદૂતોના પ્રવાસ વિશે મીડિયાને માહિતી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે રાજદૂતોનો એક સમૂહ જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયો હતો. ઓગસ્ટમાં રાજ્યમાંથી આર્ટિકલ 370 હટ્યા બાદ આ પહેલુ પ્રતિનિધિ મંડળ હતુ જે ઘાટી પહોંચ્યુ હતુ. આ પ્રવાસની બધી વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવી હતી અને વિદેશ મંત્રાલયના સીનિયર ઓફિસર્સ પ્રતિનિધિ મંડળ સાથે હતા.

jammu kashmir

વિદેશ મંત્રાલય પ્રવકતા રવીશ કુમાર તરફથી જણાવવામાં આવ્યુ કે રાજદૂતોની પહેલી મુલાકાત સુરક્ષા અધિકારીઓ સાથે થઈ હતી. આનો હેતુ હતો કે તે ઘાટીની સુરક્ષા વ્યવસ્થા વિશે જાણી શકે અને શાંતિ વ્યવસ્થાને જાળવી રાખવા માટે આતંકવાદના જોખમ સામે કેવી રીતે લડી શકાય એ વિશે જાણી શકે. રવીશ કુમારે જણાવ્યુ કે સરકાર પોતાની આ કોશિશ દ્વારા ઘાટીની સ્થિતિને સામાન્ય કરવા માટે થઈ રહેલા પ્રયાસોની એક ઝલક બતાવવા ઈચ્છતી હતી. આ ગ્રુપે શ્રીનગરમાં અમુક પંચાયતના સભ્યો સાથે મુલાકાત કરી.

આ ઉપરાંત તે સ્થાનિક નિગમ અને એનજીઓના લોકોને પણ મળ્યા. જે પ્રતિનિધિ આ રાજદૂતને મળ્યા તેમણે જણાવ્યુ કે શરૂઆતમાં અમુક મુશ્કેલીઓ જરૂર હતી પરંતુ વ્યવસ્થા જાળવી રાખવા માટે જરૂરી હતી. રવીશ કુમારે જણાવ્યુ કે જમ્મુ કાશ્મીર પહોંચેલા આ ગ્રુપમાં અમેરિકી, દક્ષિણ કોરિયા, નોર્વે, વિયેટનામ, આર્જેન્ટીના, બાંગ્લાદેશ, માલદીવ, મોરક્કો, ફિજી, ફિલીપીન્સ, પેરુ, નાઈજર, નાઈજીરિયા, ટોગો અને ગુએનાના રાજદૂત શામેલ હતા.

આ પણ વાંચોઃ JNU વિવાદ વચ્ચે આ રાજ્યમાં ટેક્સ ફ્રી થઈ દીપિકાની ફિલ્મ 'છપાક'આ પણ વાંચોઃ JNU વિવાદ વચ્ચે આ રાજ્યમાં ટેક્સ ફ્રી થઈ દીપિકાની ફિલ્મ 'છપાક'

English summary
Govt briefs on the visit of 15 foreign envoys to Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X