For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળાત્કારના કાયદામાં થશે ફેરફાર, 30 દિવસમાં આવશે અહેવાલ

|
Google Oneindia Gujarati News

Sushilkumar Shinde
નવીદિલ્હી, 24 ડિસેમ્બરઃ દિલ્હી સામુહિક બળાત્કાર વિરુદ્ધના જનતાના આક્રોશ સામે આખરે સરકાર ઝુકી છે. રવિવારે મોડી રાત્રે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ યૌન હિંસા સાથે જોડાયેલા હાલના કાયદામાં ફેરબદલ કરવા માટે નવી કમિટિની જાહેરાત કરી છે. પૂર્વ ચીફ જસ્ટિસ જે એસ વર્માને આ કમિટિના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ત્રણ સભ્યોની આ કમિટિ 30 દિવસની અંદર પોતાનો અહેવાલ સોંપશે. આ કમિટિ હાલના કાયદામાં શું ફેરબદલ કરવા જોઇએ, તે અંગે પોતાના સૂચનો આપશે.

નોંધનીય છે કે ગત રાત્રે પ્રધાનમંત્રી મનમોહન સિંહે દેશની મહિલાઓની સુરક્ષા અંગે ભરોસો વ્યક્ત કર્યો હતો અને ગૃહમંત્રીએ યૌન હિંસા સાથે જોડાયેલા કાયદામાં ફેરબદલ કરવા માટેની જાહેરાત કરી ત્યારે પ્રદર્શનકારી ઇન્ડિયા ગેટથી દૂર થાય છે. રવિવારે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ યૌન હિંસા સાથે જોડાયેલા કાયદામાં ફેરબદલ કરવા માટે બનાવેલી કમિટિનું નોટિફિકેશન જારી કર્યું છે.

ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ જણાવ્યા પ્રમાણે પૂર્વ ચીફ જસ્ટિસ જે એસ વર્માને આ કમિટિના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ત્રણ સભ્યોની આ કમિટિમાં હિમાચલ પ્રદેશ હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ લીલા સેઠ અને પૂર્વ સોલિસિટર જનરલ ગોપાલ સુબ્રહ્મણ્યમ પણ સામેલ છે. આ કમિટિ 30 દિવસની અંદર પોતાનો અહેવાલ સોંપશે. આ કમિટિ યૌન હિંસા સાથે જોડાયેલા હાલના કાયદાની સમિક્ષા કરશે. કમિટિના ખાસ કરીને એ પ્રયત્નો રહેશે કે તુરત ન્યાય અને આકરામાં આકરી સજા અપાવવામાં હાલના કાયદામાં શું ફેરબદલ કરવા જોઇએ.

નૌંધનીય છે કે હાલના કાયદામાં બળાત્કાર માટે વધુમાં વધુ સજા આજીવન કેદની છે પરંતુ દિલ્હીમાં મેડિકલ છાત્રા સાથેના સામુહિક બળાત્કારમાં દોષિઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગં લઇને માર્ગો પર જનાક્રોશ છલકી રહ્યો છે. આ આક્રોશ આગળ ઝુકતા સરકારે હાલના કાયદામાં ફેરબદલ કરવા માટે કમિટિ બનાવી છે.

English summary
Government issued a notification for reviewing the existing laws in a bid to provide speedier justice and enhanced punishment in cases of aggravated sexual assault.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X