For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવવધૂ માટે જાનૈયા સાથે ધરણાં પર બેઠ્યો વરરાજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હાથરસ, 28 નવેમ્બર: તમે મોટાભાગે લોકોને રસ્તા પર પોતાની માંગને લઇને લોકોની સાથે ધરણાં કરતાં અથવા પ્રદર્શન કરતાં જોયા હશે. પરંતુ અમે આજે તમને એક એવા ધરણાં વિશે જણાવીશું કે નવવધૂની વિદાય ન કરવામાં આવતાં વરરાજા પોલીસ સ્ટેશનની બહાર જાનૈયાઓની સાથે ધરણાં પર બેસી ગયો. જી હાં ઉત્તર પ્રદેશના હાથરસમાં લગ્ન બાદ જ્યારે નવવધૂએ વરરાજા સાથે જવાની ના પાડી દિધી તો વરરાજા સાથે આખી જાન ધરણા પર બેસી ગઇ.

જો કે હાથરસના સિકંદરામઉમાં જ્યારે લગ્નના બધા રિવાજો પુરા થઇ ગયા તો વરરાજાને ચક્કર આવી ગયા ત્યારબાદ નવવધૂને શંકા ગઇ કે વરરાજાને વાઈની બિમારી છે. ચક્કર આવ્યા બાદ નવવધૂ અને કન્યા પક્ષવાળાઓએ છોકરીની વિદાય કરવાની ના પાડી દિધી. વરરાજાના પરિવારવાળાઓએ નવવધૂને ખૂબ મનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ નવવધૂ પોતાની વાત પર અડગ રહી.

india-marriage

અત્રે ઉલ્લેખનીય છે કે કાનપુરના કૈલાશનાથના પુત્રની લગ્ન નૌરથા નિવાસુર પપ્પૂની પુત્રી નીતૂ માથુર સાથે નક્કી થયા છે. બુધવારે લગ્ન લઇને પપ્પૂના દરવાજા પર આવ્યા હતા. લગ્નના બધા રિવાજ પુરા થઇ ગયા હતા. ફેરા પણ ફરવામાં આવી ચૂક્યા હતા સાથે જ વરરાજા પક્ષ દ્વારા નવવધૂને ઘરેણાંની ચઢામણી આપવામાં આવી હતી.

જો કે ઘટનાસ્થળ પર ડૉક્ટરને બોલાવીને છોકરાની તપાસ પણ કરાવવામાં આવી, તો બીજી તરફ ડૉક્ટરોએ કહ્યું કે છોકરાઓને વાઇ નથી પરંતુ બે દિવસથી સતત ઉજાગરા રહેવાથી તેને ચક્કર આવ્યા છે. પરંતુ તેમછતાં નવવધૂ પક્ષ વિદાય માટે તૈયાર થયો નહી.

જો કે જ્યારે કોઇ રસ્તો ન દેખાયો તો વરરાજા જાનૈયાઓ સાથે પોલીસ સ્ટેશન પર ધરણાં પર બેસી ગયો. વરરાજાની માંગ હતી કે જ્યારે નવવધૂ વિદાય માટે તૈયાર નથી તો કમ સે કમ અમે જે ઘરેણાં આપ્યા છે તે પરત આપી દે. તો બીજી તરફ એસઓ એસપી સિંહનું કહેવું છે કે તે કેસ તપાસ કરી રહ્યાં છે સાથે જ પ્રયત્ન કરી રહ્યાં છે કે બંને પક્ષો વચ્ચે સમજૂતી થઇ જાય.

English summary
In hathras a groom has started to protest at police station when his newly wed wife refused to come with him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X