GST Council Meeting : રેલ્વેના મુસાફરો માટે સારા સમાચાર, આ વસ્તુ પર નહીં લાગે GST

GST Council Meeting : કેન્દ્રમાં એનડીએની સરકાર બન્યા બાદ જીએસટી કાઉન્સિલની 53મીં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવાયા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બેઠક બાદ કહ્યું કે,ભારતીય રેલવેની ઘણી સેવાઓને GSTના દાયરામાં બહાર કાઢવામાં આવી છે. હવે પ્લેટફોર્મ ટિકિટ પર GST લાગુ નહીં થાય.

GST Council Meeting

તેમણે કહ્યું કે, આ સાથે સ્ટીલ અને એલ્યુમિનિયમથી બનેલા સોલાર કૂકર અને દૂધના ડબ્બા પર 12 ટકા GST લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ સિવાય પેપર અને પેપર બોર્ડથી બનેલા કાર્ટન પર 12 ટકા GST લાદવાની પણ ભલામણ કરવામાં આવી છે. અમે બિઝનેસ વધારવા અને કરદાતાઓને રાહત આપવા માટે ઘણા નિર્ણયો લીધા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ બેઠકમાં ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર 28 ટકા GST લાદવા અંગે કોઈ ચર્ચા થઈ નથી. આ મુદ્દો બેઠકના એજન્ડામાં નહોતો. આ સાથે ઓનલાઈન ગેમિંગ અને કેસિનોને કોઈ રાહત મળવાની આશા સમાપ્ત થઈ ગઈ છે.

નાણામંત્રીના જણાવ્યા અનુસાર, GST કાઉન્સિલની બેઠકમાં ઘણા ઉભરતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં અન્યાયી રીતે વધતા ભાવનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો.

નાણામંત્રીએ કહ્યું કે, તમામ પ્રકારના સ્પ્રિંકલર પર 12 ટકા જીએસટી લાદવાની ચર્ચા થઈ છે. તેમણે કહ્યું કે પેપર કાર્ટન બોક્સ અને સ્પ્રિંકલર પરના GSTમાં ઘટાડાથી હિમાચલ અને જમ્મુ-કાશ્મીરના સફરજન ઉત્પાદકોને ઘણો ફાયદો થશે.

આ ઉપરાંત દેશભરમાં આધાર આધારિત બાયોમેટ્રિક ઓળખ સુનિશ્ચિત કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. આનાથી નકલી ઇનવોઇસ દ્વારા નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેવાની ઘટનાઓ પર અંકુશ આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X