GST : આજથી લાગુ થયું જીએસટી, એક દેશ એક ટેક્સ

જીએસટી અંગે તમામ લેટેસ્ટ અપડેટ જાણો અહીં. રિફ્રેશ કરતા રહો આ પેજને.

આજે રાતના 12 વાગ્યાથી દેશ ભરમાં જીએસટી લાગુ થઇ જશે. જેના માટે કરીને સરકારે તેનું કામકાજ શરૂ કરી દીધુ છે. જીએસટીને લાગુ કરવાનું કામ રાતના 11 વાગ્યાથી શરૂ થઇ જશે અને મોડી રાત સુધી ચાલશે. આજથી સમગ્ર દેશમાં એક દેશ, એક ટેક્સનો નિયમ લાગુ થશે. વિજ્ઞાન ભવન ખાતે આજે મળેલી બેઠકમાં નાણાં પ્રધાને રાસાયણિક ખાતરને 12 ટકા જીએસટી સ્લેબથી દૂર કરીને 5 ટકા જીએસટી સ્લેબના નાંખ્યા છે. જેના કારણે ખેડૂતોને એક રીતે રાહત મળી છે.

gst

વધુમાં બેઠકમાં ટ્રેકટર્સના એક્સક્યૂઝિવ પાર્ટ્સને પણ 28 ટકાના સ્લેબમાંથી હટાવીને 18 ટકાના સ્લેબમાં મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે રાતના 11 વાગ્યાની આસપાસ સંસદના કેન્દ્રીય હોલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેની શરૂઆતમાં એક શોર્ટ ફિલ્મ બતાવવામાં આવશે. પછી પીએમ મોદી અને નાણાં પ્રધાન અરુણ જેટલી પોતાનું ભાષણ આપશે. અને તે પછી બેલ વગાડીને જીએસટીને લાગુ કરવામાં આવશે. તે પછી પણ એક નાની ફિલ્મ બતાવવામાં આવશે. આમ આ સમગ્ર કાર્યક્રમ 80 મિનિટ જેવો ચાલશે. ત્યારે જીએસટીની લઇને તમામ મહત્વના સમાચારો વાંચો અહીં

gst

12:26 AM જીએસટી સમગ્ર દેશમાં લાગુ થવાની સાથે જ લખનઉમાં લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી.

12:00 AM રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મળીને એક સાથે જીએસટીને લાગુ કર્યું.

11:55 PM રાષ્ટ્રપતિએ જીએસટીને લાગુ કરવાના તમા પ્રયાસો કરનાર તમામને અભિવાદન પાઠવ્યા.

11:54 PM જીએસટી માટે ડિસેમ્બર 2002માં શરૂ થયેલી 14 વર્ષની યાત્રા માટે આ મહત્વનો દિવસ છે.

11:51 PM રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું આ દેશ માટે મહત્વની ઇવેન્ટ છે. જીએસટીને લાગુ કરવા માટે જે 18 બેઠકો થઇ તે તમામ સર્વ સંમતિથી થઇ હતી.

11:50 PM જીએસટી ખરેખરમાં ગુડ એન્ડ સિંપલ ટેક્સ છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નહીં. આમ કહી પીએમ મોદીનું ભાષણ સમાપ્ત થયું અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભાષણ શરૂ કર્યું.

modi

11:41 PM જેમ વલ્લભભાઇ પટેલે 500થી વધુ રિયાસતોને ભેગી કરીને એક દેશ બનાવ્યો છે તેના જેવું જ કામ આજે દેશના એકીકરણને કરીને જીએસટીએ કર્યું છે.

11:40 PM : સાથે જ કહ્યું ગીતાના અધ્યાય 18 છે તેમ જીએસટી કાઉન્સિલની પણ 18 બેઠકો થઇ છે. ચાણક્યની વાતને યાદ કરીને પીએમ કહ્યું કે કોઇ વસ્તુ કેટલી પણ દૂર કેમ ના હોય, તેને મેળવવું ભલે કેટલુંય મુશ્કેલ કેમ ના હોય. સતત પરિશ્રમથી તેને પ્રાપ્ત કરી શકાય છે.

11:39 PM જીએસટી ટીમ ઇન્ડિયાની શક્તિનું પરિહારક છે. જેનાથી ગરીબો માટે સારી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાશે. પીએમ એ જીએસટી કાઉન્સિલનો પણ આભાર માન્યો.

11:38 PM દેશમાં બેસ્ટ બ્રેન્સે જીએસટી પર ચર્ચા કરી. જેના પરિણામ સ્વરૂપ આજે આ સાકાર થઇ શકી છે.
11:37 PM જીએસટી લાંબી વિચાર પ્રક્રિયાનું પરિણામ છે.

11:36 PM પીએમ કહ્યું આજે વર્ષો પછી એક નવી અર્થવ્યવસ્થા જીએસટી સ્વરૂપે લાગુ થવા જઇ રહી છે અને આ માટે આ પાવન સ્થળથી સારી કોઇ જગ્યા ના હોઇ શકે.

gst

11:35 PM મોદીએ તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે જીએસટી કોઇ એક દળની સિદ્ધી નથી પણ તમામ લોકોના પ્રયાસોનું પરિણામ છે. કેન્દ્રીય હોલ પર બોલતા મોદીએ કહ્યું કે આ તે જ જગ્યા છે જ્યાં 9 ડિસેમ્બર 1946ના સંવિધાનની પહેલી બેઠક થઇ હતી. અને 14 ઓગસ્ટ 1947, દેશની સ્વતંત્રતા જેવી મહાન ઘટનાનો પણ આ કેન્દ્રીય હોલ સાક્ષી છે.

11:30 PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય હોલમાં બેઠેલા લોકોને સંબોધિત કરવાનું શરૂ કર્યું.

11:16 PM : નાણાં પ્રધાન અરુણ જેટલી સંસદમાં જીએસટી કાર્યક્રમ દરમિયાન કહ્યું જીટીટી એ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

11:03 PM : વડાપ્રધાન નરેેન્દ્ર મોદી ,નાણાં પ્રધાન અરુણ જેટલી અને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન પહોંચ્યા સંસદ ભવન, ટૂંક સમયમાં કાર્યક્રમ થશે શરૂ.

10:51 PM : જીએસટી માટેના કાર્યક્રમ માટે અનેક જાણીતી હિસ્તીઓ પહોંચી રહી છે સંસદ. દેશના જાણીતા બિઝનેસમેન રતન ટાટા પણ પહોંચ્યા સંસદમાં.

10:28 Pm : જીએસટી કાઉન્સિલની આવનારી બેઠક હવે દર મહિનાના પહેલા શનિવારે થશે. અને તેની શરૂઆત ઓગસ્ટ 2017થી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X