For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન 3માં આ લોકો કરી શકશે બસ કે ટ્રેનમાં સફર, જાણો ગાઈડલાઈન

લૉકડાઉન 3માં આ લોકો કરી શકશે બસ કે ટ્રેનમાં સફર, જાણો ગાઈડલાઈન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં 17 મે સુધી લૉકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે, પરંતુ લૉકડાઉનના ત્રીજા ફેજમાં કેટલીક રાહત આપી છે. જ્યારે પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ, પર્યટકો, તીર્થયાત્રિઓને પોતાના ગૃહ રાજ્યો સુધી પહોંચાડવા માટે કેટલીક છૂટ આપવામાં આવી છે. લૉકડાઉન 3માં મૂવમેંટને લઈ ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન જાહેર કરી છે. લૉકડાઉનમાં કેવા લોકો માટે સફરની છૂટ હસે અને કોને નહિ, બંધ દરમિયાન કોણ બસ કે ટ્રેનમાં સફર કરી શકશે અને કોણ નહિ તે અંગે ગૃહ મંત્રાલયે રવિવારે ફરી એકવાર સ્પષ્ટતા કરી.

રાજ્યોને ચિઠ્ઠી લખી

રાજ્યોને ચિઠ્ઠી લખી

રવિવારે ગૃહ મંત્રાલયે ચિઠ્ઠી લખી તમામ રાજ્યોને ફરી એકવાર સ્પષ્ટતા કરી. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોને પત્ર લખ્યા છે. આ પત્ર દ્વારા રાજ્ય સરકારોને સ્પષ્ટ કરવામાં આવ્યું કે લૉકડાઉનમાં માત્ર એવા લોકોને અવર જવરની મંજૂરી હશે જે લૉકડાઉનની અવધીની ઠીક પહેલા મૂળ નિવાસે કે કાર્યસ્થળે જવા માંગતા હતા અથવા લૉકડાઉનના નિયમોને પગલે પોતાના મૂળ નિવાસે કે કાર્યસ્થળે પહોંચી ના શક્યા.

માત્ર પરેશાન લોકોને રજા મળશે

માત્ર પરેશાન લોકોને રજા મળશે

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ આ પત્રમાં સરકારે સ્પષ્ટ કર્યું કે લૉકડાઉનમાં વિશેષ ટ્રેન અને બસમાં માત્ર એવા લોકોને જ સફર કરવાની છૂટ મળી છે જે પોતાના હોમ ટાઉન ના પહોંચી શકવાના કારણે પરેશાન છે. આદેશમાં જે સુવિધા આપવામાં આવી છે તે પરેશાન લોકો માટે છે, પરંતુ કામ કાજ માટે પોતાના ઘરેથી દૂર હોય અને સરખી રીતે રહી રહ્યા હોય તેવા લોકો આ શ્રેણીમાં નથી આવતા.

આ ખાસ નિર્દેશ જાહેર કર્યા

આ ખાસ નિર્દેશ જાહેર કર્યા

લૉકડાઉન મૂવમેંટ માટે ખાસ નિર્દેશ જાહેર કરાયા છે. જેમાં કહેવામાં આવ્યું કે રાજ્યોમાં માત્ર પ્રવાસી મજૂર, વિદ્યાર્થી, તીર્થયાત્રી અને પર્યટકોને અવરજવરની છૂટ આપવામાં આવી છે. ઘરે સામાન્ય જિંદગી જીવી રહ્યા હોય તેવા લોકોને જવાની છૂટ નથી. રાજ્યોમાં બસમાં લોકોને લઈ જવા અથવા ટ્રેનના સંચાલનની મંજૂરી આપવામાં આવી છે, તે પણ ફસાયેલા લોકો માટે. ગૃહ મંત્રાલયે સપ્ષ્ટ કહ્યું કે માત્ર જરૂરિયાતમંદ લોકોને જ સફર કરવાની છૂટ મળે. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ પ્રદેશોના મુખ્ય સચિવો અને પોલીસ મહાનિદેશકોને પણ પત્ર લખી લૉકડાઉનની ગાઈડલાઈનને લઈ જાણકારી આપી. સુરક્ષાના બીજા સ્તરની તૈયારીનો નિર્દેશ આપ્યો છે. એવા લોકોને સુરક્ષિત રાખવાનો નિર્દેશ આપ્યો છે જે કોરોનાના સંક્રમણથી દૂર છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે સુરક્ષાના બીજા સ્તરમા હોમ ગાર્ડ્સ, સિવિલ ડિફેંસ, એનસીસી કેડેટ્સ, સ્કાઉટ અને ગાઈડ અને સ્ટૂડન્ટ પોલીસ કેડેટને આમાં સામેલ કરવામાં આવી શકે છે.

Lockdown: બેકફુટ પર આવી કર્ણાટક સરકાર, હવે ફ્રીમાં મજૂરોને ઘરે મોકલશેLockdown: બેકફુટ પર આવી કર્ણાટક સરકાર, હવે ફ્રીમાં મજૂરોને ઘરે મોકલશે

English summary
MHA New Guidelines for all states to clarified about the permission for the movement from train and Bus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X