For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election Results: ગુજરાતમાં ભાજપને કેવી રીતે મળી પ્રચંડ જીત, જૂના સાથી ઉદ્ધવે કર્યો ખુલાસો

ગુજરાતમાં ભાજપની આ જીત વચ્ચે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનુ નિવેદન સામે આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે. કુલ 182 વિધાનસભા સીટોમાંથી ભાજપે 156 સીટો પર ઐતિહાસિક જીત નોંધાવી છે. 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલ ભાજપ માટે આ જીત ઘણી મહત્વની છે કારણકે આ વખતે આમ આદમી પાર્ટીએ પણ જીત માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. ગુજરાતમાં ભાજપની આ જીત વચ્ચે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનુ નિવેદન સામે આવ્યુ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે ગુજરાતમાં ભાજપની જીતમાં મહારાષ્ટ્રની પણ ભૂમિકા છે.

મહારાષ્ટ્રમાંથી પ્રોજેક્ટ છીનવી લેવાના કારણે મળ્યા વોટ

મહારાષ્ટ્રમાંથી પ્રોજેક્ટ છીનવી લેવાના કારણે મળ્યા વોટ

ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપની જીતમાં મહારાષ્ટ્રે મહત્વની ભૂમિકા ભજવી હતી કારણ કે જે વિકાસ પ્રોજેક્ટો માત્ર મહારાષ્ટ્ર માટે લાવવામાં આવ્યા હતા તે ચૂંટણી પહેલા જ ગુજરાતમાં ખસેડી લેવામાં આવ્યા હતા. પાર્ટીના મુખપત્ર 'સામના'ના તંત્રીલેખમાં લખવામાં આવ્યુ હતુ કે, 'ગુજરાતમાં કોરોના વાયરસ મહામારી અને મોરબીની ઘટના દેશે જોઈ હોવા છતાં આવા ચૂંટણી પરિણામ જરાય આશ્ચર્યજનક નથી. મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી વિકાસના પ્રોજેક્ટ છીનવી લેવાનુ ભાજપને કામમાં આવ્યુ છે.'

'ગુજરાતની ઓળખ પીએમ મોદી છે'

'ગુજરાતની ઓળખ પીએમ મોદી છે'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતના ગૌરવશાળી વ્યક્તિ ગણાવતા સામનાએ એક તંત્રીલેખમાં લખ્યુ છે કે પીએમ મોદીના કારણે આ રાજ્ય સતત વિકાસના માર્ગ પર છે. સામનાએ લખ્યુ છે કે, 'ગુજરાતમાં ઘણી વૈશ્વિક બેઠકો યોજાઈ હતી જે રોકાણના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે વિશ્વના મોટા નેતાઓએ સાબરમતી અને અમદાવાદની મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી વિકાસના પ્રોજેક્ટો છીનવીને ગુજરાતમાં ખસેડવામાં આવ્યા હતા. આ બધુ કરવાથી ભાજપમાં ચૂંટણીમાં ફળ મળ્યુ. ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમા છે પરંતુ ગુજરાતની ઓળખ પીએમ મોદી છે.

'અમારા ગામો કર્ણાટકને વેચી રહી છે સરકાર'

'અમારા ગામો કર્ણાટકને વેચી રહી છે સરકાર'

તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે ઉદ્ધવ ઠાકરેએ ગુજરાત ચૂંટણી પરિણામો પર નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે રાજ્યના ડેપ્યુટી સીએમ અને મુખ્યમંત્રીએ ભાજપને ચૂંટણી જીતવા માટે મહારાષ્ટ્રમાં લાવવામાં આવેલા વિકાસ પ્રોજેક્ટને ગુજરાતમાં વેચી દીધા હતા. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે હવે મહારાષ્ટ્ર સરકાર ચૂંટણી જીતવા માટે અમારા ગામો કર્ણાટકને વેચી રહી છે.

'આ ચૂંટણી પરિણામો આખા દેશનો મૂડ નથી'

'આ ચૂંટણી પરિણામો આખા દેશનો મૂડ નથી'

એનસીપી પ્રમુખ શરદ પવારે ચૂંટણી પરિણામો પર કહ્યુ, 'ગુજરાતમાં ભાજપની જીતનુ અનુમાન પહેલેથી જ હતુ પરંતુ આ ચૂંટણી પરિણામો આખા દેશનો મૂડ નથી. ગુજરાતને આકર્ષવા માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા અને વિકાસના પ્રોજેક્ટો અમારા રાજ્યમાંથી ત્યાં ખસેડવામાં આવ્યા. ભાજપની જીત આનુ જ પરિણામ છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં વિપક્ષે આરોપ લગાવ્યો છે કે રાજ્ય માટેના ત્રણ પ્રોજેક્ટ્સ - વેદાંત-ફોક્સકોન પ્રોજેક્ટ, બલ્ક ડ્રગ પાર્ક અને ટાટા-એરબસ એરક્રાફ્ટ પ્રોજેક્ટ - ગુજરાતને આપવામાં આવ્યા હતા.

English summary
Gujarat Election Results: Uddhav Thackeray revealed how BJP win the Gujarat Election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X