ગુજરાત ચૂંટણી: VVPAT-EVM મામલે કોંગ્રેસ ફરી જશે સુપ્રીમ કોર્ટ

Written By:
Subscribe to Oneindia News

વીવીપેટ મશીનોના પેપરને ઇવીએમ મશીનના પેપર ટ્રેલ સાથે મેળવવા અંગે કોંગ્રેસ ફરી એકવાર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવશે. ગુજરાત કોંગ્રેસ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે, ચૂંટણી પંચને નિર્દેશ આપવામાં આવે કે ઓછામાં ઓછા 25 ટકા વીવીપેટ મશીનોના પેપર ટ્રેલ ઇવીએમ મશીનો સાથે મેચ કરવામાં આવે. શુક્રવારે ગુજરાત કોંગ્રેસની આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી કરવામાં આવી હતી, જેમાં કોર્ટે કોંગ્રેસની અરજી નકારી હતી. કોંગ્રેસ તરફથી આ મામલે કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ અદાલતમાં પક્ષ રજૂ કર્યો હતો. કોંગ્રેસ પહેલી એવી પાર્ટી છે, જેણે આવી માંગણી કરી હતી.

congress

શુક્રવારે કોંગ્રેસની આ અરજી પર સુનવણી કરતાં કોંર્ટે કહ્યું હતું કે, હજુ ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત નથી થઇ, આથી અરજી પર હાલ વિચાર નહીં કરી શકાય. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેન્ચે ગુજરાત હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ થયેલ આ અરજી અંગે કહ્યું હતું કે, પાર્ટી ભવિષ્યમાં આ મુદ્દે સમગ્ર રિટ અરજી દાખલ કરી શકે છે. એવામાં અભિષેક મનુ સિંઘવીએ ઇશારો કર્યો કે, ચૂંટણીના પરિણામો બાદ ઇવીએમ મામલે કોંગ્રેસ ફરીથી સુપ્રીમ કોર્ટ પાસે આવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, તેઓ ચૂંટણી પંચના અધિકારના ઉપયોગમાં હસ્તક્ષેપ નહીં કરી શકે. લોકતંત્રમાં ચૂંટણી પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ છે અને માત્ર એક પાર્ટીની આશંકા દૂર કરવા માટે તેઓ એમાં હસ્તક્ષેપ ન કરી શકે. કોંગ્રેસની અરજીમાં કોઇ યોગ્યતા નથી મળી શકી, ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સુધારા માટે એક અરજી દાખલ કરી શકે છે.

English summary
Gujarat elections: Congress to file fresh plea for counting of VVPAT slips.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.