મોદીનું ગુજરાત મોડલ દેશનું મોડલ બની ન શકે: પ્રકાશ કરાત

રવિવારે પટણમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીએમ) મહાસચિવ પ્રકાશ કરાતે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનું મોડલ ક્યારેય દેશનું મોડલ બની ન શકે. પ્રકાશ કરાતે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જે ગુજરાતની વાત કરી રહ્યાં છે તે પ્રદેશ ઔદ્યોગિક કુંટુંબો સાથે સંકળાયેલા ના કે પ્રદેશની સામાન્ય જનતા સાથે. નરેન્દ્ર મોદીના ગુજરાતનો અસલી ચહેરો બધાને ખબર છે. નરેન્દ્ર મોદીના ગુજરાતમાં ખાસ કરીને દલિત અને આદિવાસીઓનો કોઇ વિકાસ થયો નથી.
ગુજરાતની સામાન્ય પ્રજા પણ પોતાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહી છે. માટે નરેન્દ્ર મોદીનું મોડલ દેશનું કેવી રીતે થઇ શકે કારણ કે વિકાસનો અર્થ તો સર્વાંગી વિકાસ થાય છે ના કે ઉપરછલ્લા વિકાસથી.
આમ જોવા જઇએ તો આ પહેલી વાર બન્યું નથી કે જ્યારે નરેન્દ્ર મોદીના મોડલ પર સવાલો ઉભા થયા હોય આ પહેલાં ભાજપના પૂર્વ નેતા ગોવિંદાચાર્ય પણ આ પ્રકારની વાતો કરી ચૂક્યાં છે. પ્રકાશ કરાતનું પટણા જઇને નરેન્દ્ર મોદી અંગે ઉધું સીધું બોલવું તે કેટલાક રાજકીય પ્રશ્નો ઉભા કરી શકે છે કારણ કે નરેન્દ્ર મોદી વિરૂદ્ધ બોલીને તે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારને ખુશ કરવા માંગતા હોય, જેનાથી આવનાર રાજકીય સમીકરણોમાં મોટો ફરક પડી શકે.












Click it and Unblock the Notifications
