મોદીના ગઢમાં ખાતું ખોલવા તરસી શકે છે કોંગ્રેસનો પંજો
નવી દિલ્હી, 3 એપ્રિલઃ આઇબીએન 7ના ખાસ કાર્યક્રમ જો અત્યારે ચૂંટણી થાય તોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢનો સર્વે જણાવવામાં આવ્યો છે. અહીં કઇ પાર્ટીને કેટલી બેઠકો મળશે, તે અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આઇબીએન 7ના સીએસડીએસ ઇલેક્શન ટ્રેકર દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેના આધારે બેઠકોનું અનુમાન ચેન્નાઇ મેથેમેટિકલ ઇંસ્ટીટ્યૂટના ડિરેક્ટર ડોક્ટર રાજીવ લક્ષ્મણ કરંધિકરે કર્યું છે.
વાત ગુજરાતની કરવામાં આવે તો, ગુજરાતને મોદીનું ગઢ માનવામાં આવે છે. છેલ્લા ત્રણ વખતથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી છે. 2012માં પણ કોંગ્રેસ મોદીની આંધી સામે ટકી શકી નહોતી. લોકસભામાં પણ કોંગ્રેસનો સફાયો થતો જોવા મળી રહ્યો છે. વિકાસને ચૂંટણી મુદ્દો બનાવીને મોદીએ ગુજરાતમાં પોતાની સત્તા જાળવી રાખી છે. ગુજરાતમાં 26 બેઠકો છે. રાજ્યમાં મોદીના વિકાસ મોડલની અગ્નિપરીક્ષા થશે, તેવો અનુમાન છે, પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાતમાં મોદી વિરુદ્ધ કોંગ્રેસ પાસે કોઇ મજબૂત વિકલ્પ નથી. ના તો કોંગ્રેસ પાસે રાજ્યમાં મજબૂત આધાર છે. તેવામાં ભાજપ મોદીની પીએમ પદની ઉમેદવારીથી બેઠકો વધશે તેવી આશા વ્યક્ત કરી રહ્યું છે. તો બીજી તરફ મોદી માટે પણ આ એક પડકાર સમાન છે કે તેમણે અહીં સૌથી વધું બેઠકો હાંસલ કરવી પડશે. તો ચાલો તસવીરો થકી સર્વે પર નજર ફેરવીએ.

કેવું છે સરકારનું કામકાજ?
સર્વે દરમિયાન ગુજરાતમાં મળેલા લોકોના પ્રતિભાવ અનુસાર 47 ટકા લોકો રાજ્ય સરકારના કામથી જ્યારે 33 ટકા લોકો કેન્દ્ર સરકારના કામથી સંતુષ્ટ છે.

કેટલો વિકાસ થયો છે ગુજરાતમાં?
આ પ્રશ્નમાં 40 ટકા લોકોએ કહ્યું કે વિકાસ થયો છે. 15 ટકા લોકોએ કહ્યું કે વિકાસ થયો છે, પરંતુ જોઇએ તેટલો નહીં. 23 ટકા લોકોએ કહ્યું કે અમુક લોકો માટે જ વિકાસ થયો છે, 12 ટકા લોકોએ કહ્યુંકે, વિકાસ માત્ર દેખાડો છે.

શું વિકાસ માત્ર ઉદ્યોગપતિઓ માટે?
આ પ્રશ્નમાં 46 ટકા લોકોએ કહ્યું કે વિકાસ માત્ર ઉદ્યોગપતિઓ માટે થયો છે, જ્યારે 25 ટકા લોકો એવું માનતા નથી.

ગુજરાતનો મુખ્ય ચૂંટણી મુદ્દો કયો?
સર્વે અનુસાર 38 લોકો માટે મોંઘવારી, 12-12 ટકા લોકો માટે ભ્રષ્ટાચાર અને બેરોજગારી, તો 6 ટકા લોકો માટે વિકાસ મુખ્ય ચૂંટણી મુદ્દો છે.

કોને કેટલા મત મળશે?
સર્વે અનુસાર ભાજપને 55 ટકા, કોંગ્રેસને 33 ટકા અને આમ આદમી પાર્ટીને 6 ટકા મત મળી શકે છે.

કોને કેટલી બેઠક મળશે?
ગુજરાતમાં ભાજપને 20થી 26 બેઠકો મળી શકે છે, કોંગ્રેસને 0થી 4 બેઠકો અને અન્યને 0થી 2 બેઠકો મળી શકે છે.

ગુજરાતમાં કયા સમુદાયના કોને મત?
સર્વે અનુસાર ભાજપને 73 ટકા ઉચ્ચ જાતિ, 79 ટકા પટેલ 71 ટકા ઓબીસી મત, જ્યારે કોંગ્રેસને 70 ટકા દલિત, 35 ટકા આદિવાસી અને 80 ટકા મુસ્લિમ મત. ભાજપને 15 ટકા મુસ્લિમ મત મળી શકે છે.

ગુજરાતમાં શહેર અને ગામડાંનો મિજાજ?
સર્વે અનુસાર ભાજપને ગામડામાં 48 ટકા અને કોંગ્રેસને 34 ટકા તો શહેરી મતમાં ભાજપને 71 ટકા અને કોંગ્રેસને 24 ટકા મત મળી શકે છે.

ગુજરાતની ક્ષેત્રીય તસવીર શું કહે છે?
સર્વે અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભાજપને બઢત મળી રહ છે, મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ આગળ છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે.

કોણ બનશે વડાપ્રધાન?
સર્વે અનુસાર 46 ટકા લોકો મોદીના પક્ષમાં છે, 15 ટકા લોકો રાહુલ ગાંધી, 25 ટકા લોકો, 6 ટકા લોકો સોનિયા ગાંધી અને 5 ટકા લોકો અરવિંદ કેજરીવાલના પક્ષમાં છે, જ્યારે 25 ટકા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો નથી.












Click it and Unblock the Notifications
