ગુજરાતનું ગૌરવ, જાણો કોણ છે UPSCના નવા ચેરમેન મનોજ સોની?

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ચેરમેન પદે પ્રથમવાર એક ગુજરાતી વ્યક્તિની વરણી થઇ છે. ડો.મનોજ સોનીની UPSCના ચેરમેન પદે નિયુક્તિ કરવામાં આવી છે. તેમનો કાર્યકાળ 27 જૂન 2023ના રોજ પૂર્ણ થશે. ડો.મનોજ સોની અગાઉના અધ્યક્ષ પ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ના ચેરમેન પદે પ્રથમવાર એક ગુજરાતી વ્યક્તિની વરણી થઇ છે. ડો.મનોજ સોનીની UPSCના ચેરમેન પદે નિયુક્તિ કરવામાં આવી છે. તેમનો કાર્યકાળ 27 જૂન 2023ના રોજ પૂર્ણ થશે. ડો.મનોજ સોની અગાઉના અધ્યક્ષ પ્રદીપ કુમાર જોશીને સ્થાને નિયુક્ત થયા છે. ડો.મનોજ સોની એમ.એસ યુનિવર્સિટી અને ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર પણ રહી ચૂક્યા છે.

Manoj Soni

ડો. મનોજ સોની આ પહેલાં ત્રણ ટર્મ સુધી વાઇસ ચાન્સેલર રહ્યા હતા. જેમાં ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ તરીકે બે ટર્મ અને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય બરોડાના કુલપતિ તરીકે એક ટર્મનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઇએ કે UPSCમા મનોજ સોની સૌથી સિનિયર સભ્ય છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલમાં નેધરલેન્ડના પ્રવાસે છે આથી તેઓ સ્વદેશ પરત આવ્યા બાદ અધ્યક્ષપદે કાયમી નિયુક્તિ થશે. ચેરમેનપદે ડો.સોનીની કાયમી નિયુક્તિ બાદ તેમને વધુ 5 વર્ષ અર્થાત જુન 2028 સુધીનો સમય મળી શકે છે.

17 ફેબ્રુઆરી 1965માં જન્મેલા મનોજ સોની હાલ UPSCના સભ્ય છે. ડો મનોજ સોની વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના સૌથી યુવા વાઈસ ચાલ્સેલર તરીકે રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ 2009 થી 2015 સુધી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહી ચુક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X