Weather Update: ગરમીમાંથી મળશે રાહત, આગામી 7 દિવસમાં વરસાદની આગાહી
Weather Update: સમગ્ર દેશમાં હાલ ગરમી વધી રહી છે, અને ઘણા રાજ્યોમાં હીટવેવ ચાલી રહી છે. જે કારણે લોકોના હાલ બેહાલ થઇ રહ્યા છે. પૂર્વ અને દક્ષિણ ભારત બાદ હવે ઉત્તર ભારતમાં પણ હીટવેવ જોવા મળી રહી છે.
દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં તાપમાન સામાન્ય કરતા વધારે છે. જોકે, આ દરમિયાન એકમાત્ર રાહત એ છે કે, બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આજે અને આવતીકાલે ગાજવીજ સાથે હળવો વરસાદ પડે તેવી શક્યતા છે, જેનાથી લોકોને રાહત મળવાની આશા છે.
આ રાજ્યો માટે વરસાદની ચેતવણી - ભારત હવામાન વિભાગ (IMD) એ પૂર્વોત્તર રાજ્યો, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશા સહિત ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. પૂર્વોત્તર ભારત વિશે વાત કરતાં, IMDએ જણાવ્યું હતું કે, આગામી 7 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા વાવાઝોડાં, વીજળી અને ભારે પવન સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
આજે ક્યાં ક્યાં વરસાદ પડશે? - સોમવારના રોજ અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. આસામ અને મેઘાલયમાં મંગળવારે અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 7 મે સુધી લોકોને વરસાદથી રાહત મળશે. આજે 6 મેના રોજ આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તર ભારતમાં કેવું રહેશે હવામાન? - આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આવા સમયે 8 મે સુધી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે વરસાદની અપેક્ષા છે.
પંજાબ, હરિયાણાથી આ રાજ્યોમાં ગરમીથી રાહત - હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હરિયાણા-ચંદીગઢ, પંજાબ અને પૂર્વ રાજસ્થાનમાં 9 મેથી 11 મે વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આવા સમયે, આજથી 9 મે સુધી મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ અને ઓડિશાના પૂર્વ ભાગોમાં વરસાદની સંભાવના છે.
દિલ્હીથી કર્ણાટક સુધી હીટ વેવની સ્થિતિ યથાવત - ઉલ્લેખનીય છે કે, રવિવારે દિલ્હીમાં વર્ષનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. IMD એ જણાવ્યું હતું કે, તે વર્ષના આ સમય માટે સામાન્ય તાપમાન કરતાં બે ડિગ્રી અને પાછલા દિવસ કરતાં એક ડિગ્રી વધુ છે. દરમિયાન, IMDએ જણાવ્યું હતું કે, 5 મે થી 7 મે દરમિયાન કર્ણાટકના આંતરિક ભાગોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
