સીએમ માનના આદેશ બાદ પંજાબમાં ગન હાઉસનુ ચેકિંગ શરુ
પંજાબમાં તાજેતરની ઘટનાઓને ગંભીરતાથી લેતા પંજાબ સરકાર હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે.
હોશિયારપુરઃ પંજાબમાં તાજેતરની ઘટનાઓને ગંભીરતાથી લેતા પંજાબ સરકાર હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ આદેશો હેઠળ ઉચ્ચ અધિકારીઓ પોતે હોશિયારપુર શહેરના તમામ ગન હાઉસમાં પહોંચ્યા. અધિકારીઓ શસ્ત્રો અને તેમના દ્વારા જાહેર કરાયેલા લાયસન્સની માહિતી અને તપાસમાં લાગી ગયા છે.

આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે સમગ્ર પંજાબમાં તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવાના હેતુથી સરકાર તરફથી મળેલા આદેશો અનુસાર હથિયારોની દુકાનોનો સંપર્ક કરી તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે એ તપાસ કરવામાં આવી રહી છે કે કોને અને કયા સંજોગોમાં આર્મ્સ લાયસન્સ આપવામાં આવ્યુ હતુ.
આ સિવાય તેમણે સોશિયલ મીડિયા પર લાયસન્સવાળા હથિયારો સાથેની તસવીરો કે વીડિયો અપલોડ કરનારાઓને ચેતવણી આપતાં કહ્યુ કે જો કોઈ આ રીતે શસ્ત્રોનુ પ્રદર્શન કરતા જોવા મળશે અથવા કોઈ ફરિયાદ મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
