For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Oneindia App Download

સંત રામપાલના આશ્રમની બહાર સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ

Google Oneindia Gujarati News

હિસાર, 18 નવેમ્બર: સંપ રામપાલની ધરપકડ માટે પોલીસએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ભારે સંખ્યામાં પોલીસ બળે આશ્રમને ચારે તરફથી ઘેરી લીધી છે. આશ્રમની બહાર પ્રદર્શન કરી રહેલા સમર્થકોને હટાવવા માટે પોલીસ વોટર કેનનનો અને ટીયર ગેસ સેલનો ઉપયોગ કરી રહી છે, પરંતુ સંત રામપાલના સમર્થક આશ્રમથી હટવા માટે તૈયાર નથી. અને પોલીસ પર પથરાવ કરી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર રામપાલ આશ્રમમાં જ હાજર છે અને પોલીસ કોઇ પણ કિંમતે તેમની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરશે.

આશ્રમની બહારની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. સમર્થક હિંસક થઇ રહ્યા છે. તેમની પર કાબૂ મેળવવા માટે પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડી રહ્યો છે. આશ્રમની દીવાર તોડી પાડવા માટે બુલડોજર અને જેસીબી મશીન મંગાવવામાં આવ્યા છે. પોલીસ અનુસાર જો જરૂર પડી તો આશ્રમની દીવાર તોડીને રામપાલની ધરપકડ કરવી જોઇએ. આ ઝડપમાં કેટલાંક પોલીસ અને સમર્થક પણ ઘાયલ થયા છે. સંતરામપાલના સમર્થક પોલીસ પર ફાયરિંગ પણ કરી રહ્યા છે. અત્રે હાલત સતત બેકાબૂ બનતા જઇ રહ્યા છે. આ પ્રદર્શનમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ ઝડપમાં ઘણા મીડિયા કર્મીઓના કેમેરા પણ તૂટી જવાની ઘટના સામે આવી છે.

rampal
નોંધનીય છે કે ડેડલાઇન વીતી ગઇ હોવા છતાં પોલીસ રામપાલને હાઇકોર્ટમાં રજૂ નથી કરી શકી. સોમવારે પોલીસે કોશિશ કરી હતી પરંતુ રામપાલના સમર્થકોએ હંગામો શરૂ કરી દીધો. હાઇકોર્ટે હવે તેમની ધરપકડ માટે 21 નવેમ્બરની તારીખ આપી છે.

ચંદીગઢમાં હાઇકોર્ટના આદેશની અણદેખી કરતા બાબા રામપાલ હાઇકોર્ટમાં હાજર ના થયા, બાબાના વકીલે જણાવ્યું કે તેઓ બીમાર છે. નારાજ થયેલી હાઇકોર્ટે જણાવ્યું કે રામપાલ બાળકો અને મહિલાઓને ઢાલ બનાવીને ડ્રામા કરી રહ્યા છે.

Barwala, Hisar (Haryana): Clash between Sant Rampal's supporters and police outside Satlok Ashram
— ANI (@ANI_news) November 18, 2014

સોમવારે તેમના સમર્થકોએ પોતાની પર કેરોસીન નાખીને ખૂબ જ ડ્રામા કર્યું અને પોલીસને ઉશ્કેરવાની કોશીશ કરી હતી. પોલીસે સતલોક આશ્રમને ખાલી કરાવવાના સતલોક આશ્રમ ઓપરેશનને શરૂ કરી દીધું છે. ત્યારે આશ્રમના અનુયાયી પોતાની જિદ્દ પર અડેલા રહ્યા છે.

પોલીસ દ્વારા આશ્રમ કમિટિને આશ્રમ ખાલી કરવાની નોટિસ આપી દેવામાં આવી છે. પરંતુ અનુયાયિયોએ પોલીસની નોટિસને ધતિંગ ગણાવી આશ્રમ ખાલી કરવાનો ઇનકાર કરી દીધો છે. સંત રામપાલના ભાઇ અને આશ્રમના મુખ્ય સેવક પુરુષોત્તમ દાસનું કહેવું છે કે આશ્રમને ખાલી કરાવવા માટે પોલીસને લાશો પરથી પસાર થવું પડશે. આ પહેલા એસડીએમ પ્રશાંત આશ્રમને ખાલી કરાવવા માટે સતલોક આશ્રમ ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કરી.

Barwala,Hisar: Clash between Sant Rampal's supporters & police, police resorts to firing and baton charge pic.twitter.com/OiP2V6Muxt
— ANI (@ANI_news) November 18, 2014

English summary
Gunfight at godman Rampal's ashram in Hisar, devotees take on cops.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X