આતંકી અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ, 1 આતંકીની મોત
જમ્મુ કાશ્મીરના બે જગ્યાએ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ. 1 આતંકીની મોત
કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા બિઝબેહારામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકી વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ એક આતંકીને મોતને ઘાટ ઉતાર્યો છે. તે સિવાય બારામુલામાં પણ આતંકીને સુરક્ષાબળોએ ઘેરી લીધા છે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે. જે બાદ આ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

નોંધનીય છે કે આ ઘટના પછી આ વિસ્તારની તમામ ફોન સેવાઓને ઠપ્પ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ સોપારાના બોંબઇ ગામના યદિપોરા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે લડાઇ ચાલુ છે તેવા સમાચાર આવ્યા છે.












Click it and Unblock the Notifications
