ગુરમીત રામ રહીમને પંચકૂલા સીબીઆઈ કોર્ટમાંથી મળ્યા જામીન
બે સાધ્વીઓ સાથે બળાત્કારના દોષિત ગુરમીત રામ રહીમને એક કેસમાં જામીન મળી ગયા છે. જો કે હજુ તેમની જેલમાંથી મુક્તિ નહિ થાય.
બે સાધ્વીઓ સાથે બળાત્કારના દોષિત ગુરમીત રામ રહીમને એક કેસમાં જામીન મળી ગયા છે. જો કે હજુ તેમની જેલમાંથી મુક્તિ નહિ થાય. પંચકૂલાની સીબીઆઈ કોર્ટે રામ રહીમને કાસ્ટરેશન કેસમાં જામીન આપ્યા છે. 400 સાધુઓને નપુંસક બનાવવા મામલે રામ રહીમને કોર્ટે જામીન આપ્યા છે. જો કે રામ રહીમને બળાત્કાર કેસ મામલે હજુ પણ જેલમાં જ રહેવુ પડશે. આ પહેલા સીબીઆઈની પંચકૂલા કોર્ટે રામ રહીમની જામીન અરજી ફગાવી દીધી હતી.

400 સાધુઓને નપુંસક બનાવવા સાથે જોડાયેલા કેસમાં મળ્યા જામીન
યૌન શોષણ મામલે દોષિત ગુરમીત રામ રહીમને 400 સાધુઓને નપુંસક બનાવવાના કેસમાં પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટે જામીન આપ્યા છે. ભલે કોર્ટે રામ રહીમને જામીન આપ્યા હોય પરંતુ તેને બળાત્કાર કેસમાં હજુ પણ જેલમાં જ રહેવુ પડશે. કોર્ટે સાધ્વી સાથે રેપ મામલે રામ રહીમને દોષિત ગણાવતા 20 વર્ષની સજા સંભળાવી છે.

સીબીઆઈ કોર્ટના વિશેષ જજ જગદીપ સિંહે આપ્યા જામીન
સીબીઆઈ કોર્ટના વિશેષ જજ જગદીપ સિંહે મામલાની સુનાવણી કરતા આ મામલે રામ રહીમને જામીન આપ્યા. સાધુઓને નપુંસક બનાવવાનો કેસ પહેલા જજ સુનીલ રાઠીની અદાલતમાં હતો. જો કે ત્યાં અરજી રદ થયા બાદ રામ રહીને જગદીપ સિંહની અદાલતમાં અરજી દાખલ કરી. હવે સવાલ સીબીઆઈ તપાસ પર ઉઠી રહી છે જે પૂરતા પુરાવા મેળવી શકી નથી. હાલમાં જામીન મળ્યા બાદ પણ રામ રહીમને કોઈ રાહત મળી નથી તેને જેલમાં જ રહેવુ પડશે.

બળાત્કાર કેસમાં જેલમાં રહેશે રામ રહીમ
તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં સીબીઆઈએ ડેરા સચ્ચા સૌદાના સિરસા આશ્રમમાં સાધુઓને નપુંસક બનાવવા મામલે ગુરમીત રામ રહીમ અને બે ડૉક્ટરો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. પંજાબ તેમજ હરિયાણા હાઈકોર્ટના નિર્દેશ પર ડેરા સચ્ચા સૌદામાં 400 થી વધુ સાધુઓને નપુંસક બનાવવાના કેસની સીબીઆઈ તપાસ કરી રહી હતી. ડેરામાં સાધુ રહેલા હંસરાજે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને બળજબરીથી નપુંસક બનાવવાના કેસની તપાસની માંગ કરી હતી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
