CCTV ફૂટેજમાં ખુલાસો, મુસ્લિમ યુવકની ના કોઈએ ટોપી ફેંકી અને ના કૂર્તો ફાડ્યો

હરિયાણાના ગુરુગ્રામમાં સદર બજાર સ્થિત જામા મસ્જિદ પાસે કથિત રીતે એક મુસ્લિમ યુવકની ટોપી ફેંકવા અને તેને બળજબરીથી ‘જય શ્રીરામ' બોલાવવા મામલે નવો વળાંક આવ્યો છે.

હરિયાણાના ગુરુગ્રામમાં સદર બજાર સ્થિત જામા મસ્જિદ પાસે કથિત રીતે એક મુસ્લિમ યુવકની ટોપી ફેંકવા અને તેને બળજબરીથી 'જય શ્રીરામ' બોલાવવા મામલે નવો વળાંક આવ્યો છે. આ મામલે સોમવારે જોરદાર રાજકારણ ગરમાયુ હતુ. ભાજપના નવા ચૂંટાયેલા સાંસદ ગૌતમ ગંભીરે દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી તો તેમના પર પણ નિશાન સાધવા લાગ્યા. ગુરુગ્રામ પોલિસે હવે મુસ્લિમ યુવકની પિટાઈ મામલે મોટો ખુલાસો કર્યો છે.

ના ટોપી ફેંકવામાં આવી અને ના કૂર્તો કોઈએ ફાડ્યો

ના ટોપી ફેંકવામાં આવી અને ના કૂર્તો કોઈએ ફાડ્યો

પોલિસ તપાસમાં માલુમ પડ્યુ કે મુસ્લિમ યુવક મોહમ્મદ બરકત અલી સાથે મારપીટ જરૂર થઈ હતી પરંતુ ના તો તેની ટોપી ફેંકવામાં આવી અને ના તેનો કૂર્તો કોઈએ ફાડ્યો હતો. આ પહેલા, મુસ્લિમ યુવકે જણાવ્યુ હતુ કે જ્યારે તે નમાઝ પઢીને આવી રહ્યા હતા તો રસ્તામાં અમુક લોકોએ તેની પરંપરાગત ટોપી ઉતારી દીધી અને તમાચો મારી દીધો હતો. યુવકના આ આરોપ બાદ સોમવારે જોરદાર રાજકારણ ગરમાયુ હતુ.

સીસીટીવી ફૂટેજના આધારે થયો ખુલાસો

સીસીટીવી ફૂટેજના આધારે થયો ખુલાસો

પોલિસની પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ જોઈને માલુમ પડ્યુ કે યુવકની ટોપી ફેંકવા અને કૂર્તા ફાડવાનો આરોપ સાચો નથી. સીસીટીવી મુજપબ મુસ્લિમ યુવકને આરોપી નહિ પરંતુ એક અન્ય યુવકે રોક્યો હતો. સીસીટીવી ફૂટેજમાં ના તો યુવકની ટોપી ફેંકવામાં આવી અને ના તેના કપડા ફાડવાની કોઈ ઘટના જોવા મળી.

પોલિસે જણાવી મારપીટની સામાન્ય ઘટના

પોલિસે જણાવ્યુ કે વાદ વિવાદ બાદ બંને વચ્ચે મારપીટ થઈ અને આ દરમિયાન મુસ્લિમ યુવકની ટોપી પડી ગઈ હતી. યુવકે પોતે જ ટોપી ઉઠાવીને ખિસ્સામાં મૂકી દીધી હતી. તેને કોઈએ હાથ પણ નથી લગાવ્યો. જો કે સીસીટીવીમાં દેખાઈ રહ્યુ છે કે મુસ્લિમ યુવકના હાથ પર આરોપી ડંડા મારી રહ્યો છે. આ મામલો ઉકેલવા માટે પોલિસે 24 કલાકની અંદર ઓછામાં ઓછા 50 સીસીટીવી ફૂટેઝ ચકાસ્યા. ફૂટેજમાં જોઈ શકાય છે કે મારપીટ બાદ મામલો શાંત થઈ ગયો હતો. ઝઘડો થતો જોઈને એક વ્યક્તિ નજીક પહોંચે છે અને બંનેને અલગ કરે છે.

પોલિસે 15 લોકોને કસ્ટડીમાં લીધા

પોલિસે 15 લોકોને કસ્ટડીમાં લીધા

પોલિસે આ મામલાને મારીપીટની સામાન્ય ઘટના ગણાવીને કહ્યુ કે અમુક અસામાજિક તત્વો નાનકડી મારપીટની ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કરી રહ્યા છે જ્યારે આ તો દારૂના નશામાં થયેલી મારપીટની સામાન્ય ઘટના છે. પોલિસે ફૂટેજને લેબમાં મોકલી દીધા છે જેથી આરોપીની ઓળખ થઈ શકે. પોલિસે આ મામલે 15 લોકોની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે મુસ્લિમ યુવકના આરોપો બાદ આના પર ઘણો હોબાળો મચી ગયો હતો. નવા ચૂંટાયેલા સાંસદ ગૌતમ ગંભીરે કહ્યુ હતુ કે દોષિતો સામે કાર્યવાહી થવી જોઈએ ત્યારબાદ તે પણ અમુક ભાજપના નેતાઓના નિશાના પર આવી ગયા હતા.

મુસ્લિમ યુવકે કહ્યુ હતુ - પારંપરિક ટોપી પહેરવાના કારણે મારપીટ કરી

મુસ્લિમ યુવકે કહ્યુ હતુ - પારંપરિક ટોપી પહેરવાના કારણે મારપીટ કરી

મુસ્લિમ યુવકે પોતાની ફરિયાદમાં કહ્યુ હતુ કે ચાર અજ્ઞાત લોકોએ તેની સાથે પારંપરિક ટોપી પહેરવાના કારણે મારપીટ કરી અને તેને ધમકી આપી. તેણે એ પણ આરોપ લગાવ્યો હતો કે આ લોકોએ તેને ભારત માતા કી જયના નારા લગાવવા પણ કહ્યુ. આલમે જણાવ્યુ હતુ કે જેવુ એ લોકોએ કહ્યુ તેમ જ કર્યુ, ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા, પછી આ લોકોએ જય શ્રીરામનો ઉદઘોષ કરવા કહ્યુ પરંતુ તેનો ઈનકાર કરી દીધો. આ દરમિયાન એક યુવકે રસ્તા પર પડેલી લાકડી ઉઠાવી અને તેને મારવાનું શરૂ કરી દીધુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X