ગુવાહાટીમાં જાહેરમાં છેડતી મામલે 11ને સજા

જ્યારે આ કેસમાં અપુરતા પુરાવાઓના કારણે ત્રણ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. નિર્દોષ છૂટનારાઓમાં સ્થાનિક ટીવી ચેનલના પત્રકાર ગૌરવ જ્યોતિ નિયોગ પણ સામેલ છે. નિયોગ અંગે તમને જણાવી દઇએ કે, તેણે આ આખી ઘટનાનું રેકોર્ડિંગ કર્યું હતું. નિયોગ પર ભીડને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. આરોપ લગાવવામાં આવ્યા બાદ નિયોગે કહ્યું હતું કે તે એક પત્રકાર છે અને તેમે રેકોર્ડિંગ કરી પોતાની ફરજ નિભાવી છે, જેથી અપરાધીઓને ઓળખી શકાય.
નોંધનીય છે કે આ વર્ષે 9 જુલાઇના રોજ ગુવાહાટીના એક પબ બહાર 17 વર્ષીય સ્કૂલની વિદ્યાર્થિની સાતે કાલિતા સહિત 30 લોકોએ છેડતી કરી હતી. ભર બજારમાં આરોપીએ વિદ્યાર્થિનીના વાળ ખેંચ્યા અને કપડાં ફાડી નાંખ્યા હતા. ત્યાં ઉભેલા લોકો તમાસો જોઇ રહ્યાં હતા અને કોઇએ પણ તેન બચાવવાનો પ્રયાસ કર્યો નહોતો. જ્યારે આ ઘટના મીડિયામાં આવી ત્યારે આખા ભારતમાં તેનો વિરોધ કરવામાં આવ્યો અને આરોપીઓને આકરી સજા ફટકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
