Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જ્ઞાનેશ કુમાર અને એસએસ સંધુ નવા ચૂંટણી કમિશનર, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં હાઈ લેવલ કમિટીએ ચૂંટણી પંચમાં બે નિવૃત્ત IAS અધિકારીઓની નિમણૂક કરી છે.

કેન્દ્ર સરકારે ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર અને એસએસ સંધુની નિમણૂક અંગેની સૂચના જારી કરી દીધી છે. આ મામલે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કેન્દ્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે.

Gyanesh Kumar and SS Sandhu

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને કેન્દ્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે સરકારે ધાંધલી કરી છે. ચૂંટણી કમિશનરની નિમણૂક કરવા માટે રચાયેલી પસંદગી સમિતિમાં પીએમ અને ગૃહમંત્રી સામેલ હતા.

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, પસંદગી સમિતિમાં વિરોધ પક્ષના માત્ર એક સભ્યને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચમાં નિમણૂક પ્રક્રિયાની ટીકા કરતાં તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચમાં પૂર્વ નિર્ધારિત રીતે નિમણૂકો કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ઉચ્ચ સત્તાવાળી પસંદગી સમિતિએ ગુરુવારે બે નિવૃત્ત IAS અધિકારીઓ જ્ઞાનેશ કુમાર (કેરળ કેડર) અને સુખબીર સિંહ સંધુ (ઉત્તરાખંડ કેડર)ને ચૂંટણી કમિશનરના પદ પર નિયુક્ત કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X