Gyanvapi Masjid Case: જ્ઞાનવાપી પહેલા હિન્દુ મંદિર હતું? જાણો ASI સર્વે રિપોર્ટ

Gyanvapi Masjid Case: વારાણસી જિલ્લા અદાલતે ગુરુવારની રાત્રે 10 કલાકે કાશી વિશ્વનાથ મંદિરથી નજીક આવેલા જ્ઞાનવાપી પરિસરમાં ભારતીય પુરાત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવેલા સર્વેની રિપોર્ટ પક્ષકારોને સોંપી છે. રિપોર્ટ અનુસાર જ્ઞાનવાપીમાં મસ્જિદની વર્તમાન સંપચનાના નિર્માણ પહેલા હિન્દુ મંદિર હતું.

આ રિપોર્ટ સાર્વજનિક થયા પછી, હિન્દુ પક્ષે જણાવ્યું હતું કે, હવે હિન્દુઓને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવી જોઈએ, જ્યારે મુસ્લિમ પક્ષે કાનૂની લડત આગળ વધારવાની જાહેરાત કરી છે.

Gyanvapi Masjid Case

સર્વે રિપોર્ટમાંથી 10 બાબતો

  • મસ્જિદ પહેલા ત્યાં બનેલા મંદિરમાં એક વિશાળ કેન્દ્રીય ખંડ અને ઉત્તર બાજુએ એક નાનો ખંડ હતો.
  • 17મી સદીમાં મંદિરને તોડીને તેનો એક ભાગ મસ્જિદમાં સામેલ કરવામાં આવ્યો હતો.
  • મસ્જિદના નિર્માણમાં, મંદિરના સ્તંભો સાથે અન્ય ભાગોનો ઉપયોગ વધુ ફેરફાર કર્યા વિના કરવામાં આવ્યો હતો.
  • કેટલાક સ્તંભો પરથી હિંદુ પ્રતીકો હટાવી દેવામાં આવ્યા છે.
  • મસ્જિદની પશ્ચિમી દિવાલ સંપૂર્ણપણે હિંદુ મંદિરનો એક ભાગ છે.
  • સર્વેમાં 32 પથ્થરના સ્લેબ અને પથ્થરો મળી આવ્યા છે, જે ત્યાં પ્રથમ હિન્દુ મંદિરના અસ્તિત્વના પુરાવા છે.
  • પથ્થરના સ્લેબ પરના શિલાલેખો દેવનાગરી, તેલુગુ અને કન્નડમાં લખાયેલા છે.
  • એક પથ્થરના સ્લેબમાં જનાર્દન, રુદ્ર અને ઉમેશ્વર લખેલા છે, જ્યારે બીજા પથ્થરના સ્લેબમાં મહામુક્તિ મંડપ લખેલું છે.
  • મસ્જિદના ઘણા ભાગોમાં મંદિરની રચનાઓ મળી આવી છે.
  • મસ્જિદના નિર્માણ સંબંધિત પથ્થરના સ્લેબ પર ઉલ્લેખિત સમયને ભૂંસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પૂજા કરવાનો અધિકાર માંગે છે હિન્દુ પક્ષ - હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, 839 પાનાના રિપોર્ટમાં ASIએ શૌચાલય સિવાય દરેક ખૂણાની વિગતો લખી છે. રિપોર્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે, મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. તેથી હવે હિન્દુઓને ત્યાં પૂજા કરવાની છૂટ આપવી જોઈએ.

હિન્દુ પક્ષે જણાવ્યું હતું કે, મસ્જિદ સંકુલના બાથરૂમમાંથી મળી આવેલી શિવલિંગ જેવી આકૃતિના ASIના સર્વે બાદ સ્પષ્ટ થશે કે, આ આકૃતિ શિવલિંગની છે અને તેની સાથે બીજા પણ ઘણા એવા પુરાવાઓ મળશે જે આ દાવાને વધુ મજબૂત કરશે.

સર્વે રિપોર્ટ માટે 11 અરજીઓ - હિન્દુ અને મુસ્લિમ પક્ષના કુલ 11 લોકોએ ગુરુવારે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સબમિટ કરેલા જ્ઞાનવાપી સંકૂલના સર્વે રિપોર્ટની નકલ માટે અરજી કરી છે.

હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે જણાવ્યું હતું કે, વારાણસી જિલ્લા ન્યાયાધીશ એ. કે. વિશ્વેશે બુધવારે કેસના પક્ષકારોને સર્વેક્ષણની નકલ પ્રદાન કરવાનો આદેશ આપ્યો હતો. ગુરુવાર બપોર સુધી બંને પક્ષના કુલ 11 લોકોએ સર્વે રિપોર્ટ માટે અરજી કરી છે. જો પક્ષકારોને ગુરુવાર સુધીમાં સર્વે રિપોર્ટની કોપી નહીં મળે તો સોમવારે કોર્ટ ખુલ્યા બાદ તેઓને મળશે.

હિન્દુ અરજદારોએ જ્ઞાનવાપી મસ્જિદ વિશે દાવો કર્યો હતો કે, 17મી સદીની આ મસ્જિદ પહેલાથી અસ્તિત્વમાં રહેલા મંદિરની ટોચ પર બનાવવામાં આવી હતી. આ પછી કોર્ટે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. ASIએ તેનો સર્વે રિપોર્ટ સીલબંધ પરબીડિયામાં 18 ડિસેમ્બરે જિલ્લા કોર્ટમાં રજૂ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X