Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બે ભારતીય સૈનિકોની હત્યા પાછળ હાફિઝ સઇદનો હાથ

hafiz saeed
નવી દિલ્હી, 10 જાન્યુઆરી: પાકિસ્તાની સેના દ્વારા નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરી ભારતીય સીમામાં ઘુસણખોરી કરને બે ભારતીય જવાનોની હત્યાના મામલામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ ખુલાસા બાદ પાકિસ્તાનના નાપાક ઇરાદા સામે આવી ગયા છે.

ગુપ્તચર વિભાગ અનુસાર આ ક્રૂર ઘટનાના એક સપ્તાહ પહેલા લશ્કર એ તૈયબાનો ખુંખાર આતંકી અને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ એલઓસી આવ્યા હતો. ગુત્પચર એજન્સીના જણાવ્યા અનુસાર સઇદ માત્ર એલઓસી ખાતે આવ્યો ન્હોતો પરંતુ તેણે ગુપ્ત રીતે લાઇફ ઓફ કન્ટ્રોલની રેકી પણ કરી હતી.

ગુપ્તચર વિભાગે માહિતી આપી છે કે હાફિઝ સઇદે લશ્કરની બોર્ડર એક્શન ટીમને સંબોધિત કરી હતી અને ટીમને ફાયરીંગ માટે ઉશ્કેરવા તેમને એક્ટિવ કરી ગયો હતો. ગુપ્તચર વિભાગે એ સ્પષ્ટ કરી દીધું છે કે બોર્ડર એક્શન ટીમના કાર્યને હવા આપવાનું હતું. ઉલ્લેખનીય છે કે લશ્કરની આ ટીમ પાકિસ્તાની સેનાની મદદ કરે છે.

લશ્કરની આ ટીમને બોર્ડર એક્શન ટીમ તરીકે ઓળખવામાં આવે છે. એલઓસી પર હાફિસ સઇદના રાઉન્ડ બાદ ઘુસણખોરીના પ્રયત્નો વધ્યા છે. ગુપ્તચર વિભાગનું કહેવું છે કે નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન પણ હાફિસ સઇદના કહેવા પર જ કર્યું હતું. એટલું જ નહી હાફિજ સઇદના કહેવા પર જ મેંઢરમાં ભારતીય સૈનિકો પર હુમલો કરીને તેમની ક્રૂર હત્યા કરી દેવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X