For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: સિસ્ટમથી પરેશાન થઈ યુવકે ખુદની બાઈક સળગાવી મારી

Video: સિસ્ટમથી પરેશાન થઈ યુવકે ખુદની બાઈક સળગાવી મારી

|
Google Oneindia Gujarati News

પણજીઃ અનવર રાજગુરુએ 2009માં રૉયલ એન્ફિલ્ડ થંડરબર્ડ બાઈક ખરીદી હતી. હવે આ બાઈકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાઈક સળગતી દેખાઈ રહી છે, આ બાઈકને આગને હવાલે કરનાર શખ્સ અન્ય કોઈ નહિ બલે ખુદ અનવર રાજગુરુ જ છે. બાઈકમાં કોઈ કમી હોય તેવું નહોતું પણ બાઈકને લઈેન ચાલેલી લાંબી કાનૂની લડાઈથી કંટાળી અનવર એટલો પરેશાન થઈ ગયો કે એણે રોયલ એન્ફીલ્ડ થંડરબર્ડ પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી.

ખોટા દસ્તાવેજ જમા કરાવવાનો આરોપ

ખોટા દસ્તાવેજ જમા કરાવવાનો આરોપ

જાણકારી મુજબ અનવર રાજગુરુએ 19 માર્ચ 2009ના રોજ રોયલ એન્ફીલ્ડ થંડરબર્ડ બાઈક ખરીદી હતી. અનવર પર આોપ હતો કે એણે બાઈક ખરીદવા માટે ખોટા દસ્તાવેજો જમા કરાવ્યાં છે. મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો, જે બાદ અનવરની બાઈક જપ્ત કરી લેવામાં આવી હતી. કાનૂની પ્રક્રિયા ચાલતી રહી અને આ રીતે જ સાત વર્ષ વિતિ ગયાં.

અનવરે કોર્ટમાં ઈન્સ્યોરન્સ અને આરટીઓ પેનલ્ટી પણ ભરવી પડી

અનવરે કોર્ટમાં ઈન્સ્યોરન્સ અને આરટીઓ પેનલ્ટી પણ ભરવી પડી

લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ કોર્ટે માન્યું કે પોલીસે જે સબૂત રજૂ કર્યાં તેનાથી સાબિત નથી થતું કે દસ્તાવેજ ખોટાં છે. જે બાદ મામલો ખતમ થઈ ગયો, પરંતુ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસની લાપરવાહીને પગલે બાઈક મળતાં કેટલાય મહિના થઈ ગયા. જે બાદ મામલામાં એક ટ્વિસ્ટ આપવ્યો. અનવરે કોર્ટમાં ઈન્સ્યોરન્સ અને આરટીઓ પેનલ્ટી પણ જમા કરાવવી પડી.

બાઈકને સળગાવી મારી

7 વર્ષ ચાલેલા કેસ, પેનલ્ટી જમા કરાવવા અને બાઈક પરત મળવામાં વિલંબ થતાં તે ગુસ્સે ભરાઈ ગયો હતો. આખરે અનવરે પોતાની જ બાઈક પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. તેણે ઠીક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના બિલ્ડિંગ સામે જ બાઈકને આગ લગાવી હતી. અનવરે પોતાની બાઈકનો વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો. આ વીડિયોમાં અનવર બાઈક સળગાવ્યા બાદ સિગરેટ પીતો જોવા મળી રહ્યો છે. તેણે હેલ્મેટ પણ પહેર્યો છે.

ડોમિનોઝે ગુજરાતમાં નોનવેજ પિઝા બંધ કર્યા, જાણો કારણડોમિનોઝે ગુજરાતમાં નોનવેજ પિઝા બંધ કર્યા, જાણો કારણ

English summary
Handed bike 7 years later, man burns it to etch common mans ordeal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X