મનોજની પત્નીએ કહ્યું જો મારો પતિ દોષી હોય તો તેને ફાંસી આપો

આ ઘટનાનો દિલ્હી સહીત આખા દેશમાં ભારે વિરોધ થઇ રહ્યો છે અને લોકો ગુડીયાને ન્યાય આપવા માટે અપીલ કરી રહ્યા છે. બળાત્કારના મુખ્ય આરોપી મનોજની પત્નીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેનો પતિ આવું કૃત્ય કરી શકે નહીં. તેણે આ કામ કોઇના દમાણમાં આવીને કર્યું હશે. પરંતુ જો તે દોષી હોય તો તેને ફાંસીની સજા થવી જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના ગાંધીનગરમાં મનોજ અને પ્રદીપ સાથે રહે છે. પ્રદીપ થોડા દિવસો પહેલા દિલ્હી નોકરી માટે આવ્યો હતો. કહેવામાં આવે છે કે આ ઘટનાના દિવસે મનોજ અને પ્રદીપે જોરદાર દારૂ ઢીચ્યો હતો અને ટીવી પર બ્લૂ ફિલ્મ પણ જોઇ હતી. ત્યારબાદ બંનેએ પાંચ વર્ષની ગુડીયાનું અપહરણ કર્યું, તેને બાંધી રાખી તેની સાથે ચાર દિવસ સુધી બળાત્કાર કરતા રહ્યા. એટલું જ નહી બંનેની હેવાનીયતે એટલી હદ વટાવી દીધી કે બંને નરાધમોએ ગુડીયાના ગુપ્તાંગમાં મીઠું, શીશી, અને મીણબત્તી સુધ્ધા નાખી દીધી હતી જેનો ખુલાસો એઇમ્સમાં ગુડિયાની સર્જરી દરમિયાન થયો.
આરોપી મનોજને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યો છે અને પ્રદીપની સાથે શું થશે એ આજે થોડીવારમાં ખબર પડી જશે. ઉલ્લેખનીય છેકે ગુડીયાને ન્યાય અપાવવા માટે હાલમાં દિલ્હી સહિત આખો દેશ આગળ આવ્યો છે. પીએમ મનમોહનસિંહ અને યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે મહિલાઓએ આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે. આજે ત્રીજા દિવસે પણ લોકો દિલ્હીના રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે અને બળાત્કારીઓ માટે ફાંસી માગી રહ્યા છે.












Click it and Unblock the Notifications
