April Fools' Day 2023: 1 એપ્રિલે કેમ મનાવાય છે એપ્રિલ ફૂલ ડે, રસપ્રદ છે ઈતિહાસ
April Fools' Day 2023: 1 એપ્રિલના રોજ વિશ્વભરમાં એપ્રિલ ફૂલ ડે મનાવવામાં આવે છે. આ દિવસે લોકો બીજાની સાથે પ્રેન્ક કરે છે અને મૂર્ખ બનાવે છે. દુનિયાભરમાં આ દિવસને લોકો ખૂબ ઉત્સાહથી ઉજવે છે. 1 એપ્રિલને ઑલ ફૂલ્સ ડેના નામથી ઓળખવામાં આવે છે. એપ્રિલ ફૂલ ડે મનાવવાની શરુઆત પશ્ચિમના દેશોથી થઈ હતી. આવો જાણીએ આ દિવસે લોકોને મૂર્ખ બનાવવા પાછળની કહાની...

એપ્રિલ ફૂલ ડેનો ઈતિહાસ
- એપ્રિલ ફૂલ ડે માત્ર 1 એપ્રિલે જ કેમ ઉજવવામાં આવે છે તેની પાછળ ઘણી વાર્તાઓ છે. એપ્રિલ ફૂલ ડે પાછળ કોઈ નક્કર ઈતિહાસ નથી. જ્યારથી તેની ઉજવણી શરુ કરવામાં આવી ત્યારથી તેના વિશે વિવિધ વાતો કહેવામાં આવે છે.
- સૌથી વધુ લોકપ્રિય વાર્તા એ છે કે એપ્રિલ ફૂલ ડે 16મી સદીના અંતથી ઉજવવામાં આવે છે. જ્યારે પૉપ ગ્રેગરી XIII એ ગ્રેગોરીયન કેલેન્ડરનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડર અમલમાં આવ્યુ ત્યારે વર્ષ 1 જાન્યુઆરીથી શરૂ થયુ. આનાથી જુલિયન કેલેન્ડર મુજબ માર્ચના અંતમાં નવુ વર્ષ શરૂ કરવાની પ્રથા બદલાઈ ગઈ. ફ્રાન્સ નવા કેલેન્ડરને અપનાવવા અને અમલમાં મૂકનાર પ્રથમ દેશ બન્યો.
- નવુ કેલેન્ડર અમલમાં આવ્યા બાદ સમાચાર પ્રસારિત થવા છતાં કેટલાક લોકો તેનાથી અજાણ હતા. તે જ સમયે કેટલાક લોકો નવા ફેરફારોને અનુસરવાનો ઇનકાર કરી રહ્યા હતા. તેઓએ 1 એપ્રિલને નવા વર્ષના દિવસ તરીકે ઉજવવાનુ ચાલુ રાખ્યુ. આ રીતે ગ્રેગોરિયન કેલેન્ડરને અનુસરતા લોકો આ લોકોની મજાક ઉડાવવા લાગ્યા. આ પાછળનો તર્ક એ હતો કે જે લોકોએ નવા કેલેન્ડરને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો તેઓને મૂર્ખ ગણવામાં આવ્યા હતા અને જેમણે આવુ કર્યુ તેમની મજાક ઉડાવવામાં આવી હતી. આમ 1લી એપ્રિલે એપ્રિલ ફૂલ ડે ઉજવવાની પરંપરા બની ગઈ.
- 1 એપ્રિલના રોજ એપ્રિલ ફૂલ ડે મનાવવા પાછળનુ એક કારણ 18મી સદીમાં પણ જોવા મળે છે. 1789માં પ્રકાશિત થયેલા એક અંગ્રેજી અખબારના લેખ મુજબ, એપ્રિલ ફૂલ્સ ડેની ઉત્પત્તિ એ દિવસ સાથે સંબંધિત છે જ્યારે નોહે તેના કબૂતરોને પાણી ઓછુ થતાં પહેલા ખૂબ વહેલા બહાર મોકલી દીધા હતા. તેણે હિબ્રૂ મહિનાના પહેલા દિવસે આવુ કર્યુ હતુ. હિબ્રુ મહિનો એપ્રિલનો ઉલ્લેખ કરે છે.
- 1 એપ્રિલે એપ્રિલ ફૂલ ડે ઉજવવા પાછળ બીજી એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે. કહેવાય છે કે એપ્રિલ ફૂલ ડે વર્ષ 1381માં ઉજવવામાં આવ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડના રાજા રિચાર્ડ બીજા અને બોહેમિયાની રાણી એનની સગાઈ નક્કી થઈ હતી. સગાઈની તારીખ 32 માર્ચ 1381 હોવાનુ કહેવાય છે. સગાઈની તારીખ સાંભળીને લોકો ખુશ થઈ ગયા અને ઉજવણી કરવા લાગ્યા. પરંતુ બાદમાં તેમને સમજાયુ કે આવો તો કોઈ દિવસ જ નથી. 31 માર્ચ પછી 1 એપ્રિલ આવે છે, ત્યારથી આ દિવસને એપ્રિલ ફૂલ ડે કહેવામાં આવે છે.












Click it and Unblock the Notifications
